(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi New Cabinet Meeting:નવી કેબિનેટ ટીમ સાથે PM મોદીની પ્રથમ બેઠક, જાણો શું લેવાયા નિર્ણયો ?
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની નવી કેબિનેટ ટીમે પોતાનું કામ શરુ કરી દિધુ છે. ગુરુવારે પીએમ મોદીની કેબિનટની નવી ટીમ સાથે વર્ચુઅલ બેઠક કરી હતી.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની નવી કેબિનેટ ટીમે પોતાનું કામ શરુ કરી દિધુ છે. ગુરુવારે પીએમ મોદીની કેબિનટની નવી ટીમ સાથે વર્ચુઅલ બેઠક કરી હતી. આ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતા કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આજની બેઠકમાં મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રને લઈને પણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતોને લાભ આપવાને લઈ નિર્ણયો લેવાયા છે. સરકાર મંડિઓનું સશક્તિકરણ કરવા ઈચ્છે છે. તેના માધ્યમથી ખેડૂતોને એક લાખ કરોડ રુપિયા પહોંચાડવામાં આવશે.
કૃષિ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુખ્ય નિર્ણયો થયા
આ પત્રકાર પરિષદમાં કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતમાં યોજાયેલી બેઠકમાં કૃષિ અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલા અનેક મહત્વના નિર્ણયો થયા છે. તેમણે કહ્યું અમે નારિયલ બોર્ડના એક્ટમાં સંસોધન કરવા જઈ રહ્યા છીએ.
આ સાથે જ તેમણે કહ્યું, “હું ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા મિત્રોને કહેવા માંગુ છું કે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે નવા કાયદા આવ્યા છે જે એપીએમસી ખત્મ થઈ જશે. આપ સૌના ધ્યાનમાં છે કે ભારત સરકારે જ્યારે જ્યારે જે કંઇ કહ્યું છે તે કરવાનો પ્રયત્ન કર્યો છે. બજેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે મંડીઓ ખતમ નહીં થાય. મંડીઓને વધુ મજબુત બનાવવામાં આવશે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જે એક લાખ કરોડ ફાળવવામાં આવ્યું છે. એક લાખ કરોડના ભંડોળનો ઉપયોગ એપીએમસી કરી શકે છે. કેબિનેટના નિર્ણય મુજબ હવે એપીએમસી પણ પાત્ર બનશે. સંસાધનો વધારી શકે છે.”
હેલ્થ ઇમરજન્સી પેકેજ માટે 23 હજાર કરોડ
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદ દરમિયાન હેલ્થ ઇમરજન્સી માટે 23 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 8 હજાર કરોડ રાજ્ય સરકારોને આપીશું. દેશમાં 4 લાખથી વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે.
પત્રકાર પરિષદ દરમિયાન સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની સાથે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર હાજર રહ્યા હતા. આ બેઠક વર્ચ્યુઅલી યોજવામાં આવી અને તેમાં 30 મંત્રી સામેલ હતા. નવી કેબિનેટની ટીમ સાથે પ્રધાનમંત્રીની આ પ્રથમ બેઠક હતી.