શોધખોળ કરો
મને ગોળી મારી દો, પણ મારા દલિત ભાઈઓ પર અત્યાચાર બંધ કરો: PM મોદી

હૈદરાબાદ: દેશભરમાં દલિતો પર થઈ રહેલા હુમલાને લઈને પીએમ મોદીએ ચુપ્પી તોડી હતી. પીએમ મોદીએ હૈદરાબાદમાં કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે દલિતો પર હુમલા ન કરો, જો હુમલો કરવો હોય તો મારા પર કરો. માને ગોળી મારો. પીએમ મોદીએ કહ્યું કે, આપણે દલિતો પર હુમલો કરવાનો હક કોણે આપ્યો. તેમણે ઓછા દુખ વેઠ્યા છે કે આપણે હવે તેમને આ રીતે ત્રાસ આપીએ છીએ. જો કોઈને હુમલો કરવો હોય તો મારા પર ગોળી ચલાવો પણ દલિતો પર નહિ. તેમણે કહ્યું કે, દલિતોના મુદ્દે રાજકારણ કરનારા જાણે છે કે મોદી સરકાર જે કામ કરી રહી છે તે વાત જો દલિતોના ગળે ઉતરી ગઈ તો 50 વર્ષ સુધી આ પાર્ટીને કોઈ તોડી શકે તેમ નથી. તેલંગણામાં થયેલી રેલી વખતે લોકોને સંબોધિત કરતાં પીએમે કહ્યું, ‘આ નકલી ગૌરક્ષકો જે કોઈ છે તેમની ઓળખ થવી જોઈએ અને તેમને સજા મળવી જોઈએ. આ લોકોને ગાયની રક્ષાને લઈને કોઈ મતલબ નથી. હું તમામ રાજ્ય સરકારોને નિવેદન કરું છું કે એવા ગૌરક્ષકોનું લિસ્ટ તૈયાર કરે, જેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકાય.’ મોદી તેલંગણામાં સુપર થર્મલ પાવર પરિયોજના (એસટીપીપી)નું પહેલા ચરણની આધારશીલા રાખવા માટે ગયા હતા. આ અવસરે પીએમે કહ્યું કે તેલંગણા સૌથી ઓછી ઉંમરનું રાજ્ય છે. જેને બન્યા માત્ર બે વર્ષ થયા છે. પીએમે જણાવ્યું કે એટલા ઓછા સમયમાં પણ તેલંગણાએ ઘણું બધુ મેળવ્યું છે. તેમને કહ્યું- જે ઉદ્દેશ્યની સાથે તેલંગણાને બનાવવામાં આવ્યું હતું તે હવે પુરો થઈ રહ્યો છે. પીએમે પાણીની બરબાદીને લઈને પણ ચિંતા જાહેર કરી છે. મોદીએ કહ્યું પાણીનું મહત્વ આપણને ત્યારે સમજાય છે જ્યારે પાણી મળતું નથી. પીએમે પોરબંદરનું ઉદાહરણ આપતા કહ્યું કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પર 200 વર્ષ પહેલાથી પાણીનું સંરક્ષણ થતું આવ્યું છે.
વધુ વાંચો




















