શોધખોળ કરો

PM Modi : ચીનના લોકો પણ PM મોદી પર ફિદા, કેમ કહે છે મોદી અમર?

હવે ભારતના કટ્ટર દુશ્મન અને પાડોશી દેશ ચીનમાં પણ પીએમ મોદી પર ચીનના લોકો આફરીન છે. એટલુ જ નહીં તેઓ પીએમ મોદી અમર રહે તેમ પણ જણાવી રહ્યાં છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ભારત ઉપરાંત દુનિયાના અન્ય દેશોમાં પણ વધી રહી છે. તાજેતરમાં જ આર્થિક મોરચે કંગાળ બનેલા પાકિસ્તાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા સત્તાધિશની લોકો માંગણી કરી રહ્યાં છે. હવે ભારતના કટ્ટર દુશ્મન અને પાડોશી દેશ ચીનમાં પણ પીએમ મોદી પર ચીનના લોકો આફરીન છે. એટલુ જ નહીં તેઓ પીએમ મોદી અમર રહે તેમ પણ જણાવી રહ્યાં છે.  

અમેરિકન મેગેઝિન "ડિપ્લોમેટ" માં પ્રકાશિત એક લેખ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં નેટીઝન્સમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેમને પ્રેમથી 'મોદી લાઓક્સિયન' કહેવામાં આવે છે. જેનો અર્થ 'મોદી અમર' છે. બંને દેશો વચ્ચે સરહદ વિવાદ હોવા છતાં આંતરરાષ્ટ્રીય નેતા તરફથી આ એક દુર્લભ ગૌરવપૂર્ણ સંદર્ભ છે. પત્રકાર મુ ચુનશને વ્યૂહાત્મક બાબતોના સામયિક "ડિપ્લોમેટ" માટે "ભારતને ચીનમાં કેવી રીતે જોવામાં આવે છે?" શીર્ષકવાળા લેખમાં પણ લખ્યું છે કે, મોટાભાગના ચીનીઓ માને છે કે, મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે અને સંતુલન જાળવી શકે છે.

સોશિયલ મીડિયા પર લોકપ્રિય

ચુનશાન ચાઈનીઝ સોશિયલ મીડિયા ખાસ કરીને સિના વેઈબોના વિશ્લેષણ માટે પ્રખ્યાત છે. સિના વેઇબો એ ચીનમાં ટ્વિટર જેવું જ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને તેના 582 મિલિયનથી વધુ યુઝર્સ છે. લેખ મુજબ "વડાપ્રધાન મોદીનું ચાઈનીઝ ઈન્ટરનેટ પર અસામાન્ય ઉપનામ છેઃ મોદી લાઓક્સિઅન. લાઓક્સિઅન અમુક વિશેષ ક્ષમતાઓ ધરાવતા વૃદ્ધ અમર માણસનો ઉલ્લેખ કરે છે. ઉપનામનો અર્થ એ થાય છે કે, ચીનમાં ઈન્ટરનેટ ઉપયોગ કરનારા લોકો વિચારે છે કે, મોદી કંઈક અલગ છે. અને આશ્ચર્યજનક પણ છે - અન્ય નેતાઓની સરખામણીમાં."

ભારતની નીતિઓ અલગ

તેમણે લખ્યું હતું કે, ચીનના લોકો મોદીના ડ્રેસ અને બોડી લેંગ્વેજ બંને તરફ ઈશારો કરે છે અને તેમની કેટલીક નીતિઓને ભારતની અગાઉની નીતિઓથી અલગ માને છે. કેટલાક ચીની નાગરિકો માને છે કે, ભારતના રશિયા, અમેરિકા સહિતના વિવિધ મોટા દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હોઈ શકે છે. તેમણે કહ્યું કે 'Laoxian' શબ્દ મોદી પ્રત્યે ચીનના લોકોની જટિલ ધારણાને પ્રતિબિંબિત કરે છે. જેમાં જિજ્ઞાસા, વિસ્મય વગેરેનો સમાવેશ થાય છે. મુએ કહ્યું હતું કે, હું લગભગ 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ કરી રહ્યો છું અને ચાઈનીઝ નેટીઝન્સ (ઈન્ટરનેટ યુઝર્સ) માટે કોઈ વિદેશી નેતાને ઉપનામ આપવું એ દુર્લભ છે. મોદીનું ઉપમાન અન્ય તમામ બાબતોથી ઉપર છે. ચોક્કસપણે તેમણે ચીનના લોકોને પ્રભાવિત કર્યા છે અને તેમના પર એક છાપ છોડી છે.
 
પીએમ મોદી અત્યાર સુધીમાં પાંચ વખત ચીનની મુલાકાતે જઈ ચુક્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વખત ચીનની મુલાકાતે ગયા છે. તેઓ મે 2015માં પ્રથમ વખત ચીન ગયા હતા. અહીં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમના વતન શિયાનમાં તેમનું સ્વાગત કર્યું. ત્યાર બાદ તેઓ સપ્ટેમ્બર 2016માં હાંગઝોઉમાં યોજાયેલી G-20 સમિટ માટે ચીન ગયા હતા. ત્યાર બાદ સપ્ટેમ્બર 2017માં બ્રિક્સ સમિટ માટે ઝિયામેન ગયા. એપ્રિલ 2018માં તેઓ પ્રથમ વખત જિનપિંગના આમંત્રણ પર અનૌપચારિક શિખર સંમેલન માટે વુહાન પહોંચ્યા હતા. ત્યારબાદ આ વર્ષે તેઓ શાંઘાઈ કોઓપરેશન સમિટ (SCO) માટે કિંગદાઓ ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget