પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને ખવડાવ્યો આઇસક્રીમ, જુઓ વીડિયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પી.વી. સિંધુને આઇસ્ક્રીમ ઓફર કર્યો હતો. અગાઉ પીએમએ તેમને કહ્યું હતું કે તેઓ ટોક્યોથી પરત આવ્યા બાદ તેઓ સાથે મળીને આઈસ્ક્રીમ ખાશે.
નવી દિલ્લીઃ ગત રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત તરફથી ભાગ લેનારા ઓલિમ્પિશિયન સાથે વાતચીત કરી હતી. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પી.વી. સિંધુને આઇસ્ક્રીમ ઓફર કર્યો હતો. અગાઉના એક પ્રસંગે પીએમએ તેમને કહ્યું હતું કે તેઓ ટોક્યોથી પરત આવ્યા બાદ તેઓ સાથે મળીને આઈસ્ક્રીમ ખાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઓલિમ્પિકમાં ભાગ લઈને પાછા ફરેલા ખેલાડીઓને પોતાને ત્યાં નિમંત્રીને તેમની સાથે વાતચતી કરી હતી. પીએમ નિવાસ સ્થાને નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને બ્રેકફાસ્ટ પર બોલાવીને લાંબો સમય વાતચીત કરી હતી અને ખેલાડીઓએ પાસેથી ઓલિમ્પિકના અનુભવો વિશે જાણકારી મેળવી હતી.
#WATCH | Prime Minister Narendra Modi offers ice cream to #TokyoOlympics medal winner PV Sindhu during his interaction with the Indian contingent.
On an earlier occasion, PM had told her that they'll eat ice cream together after her return from Tokyo. pic.twitter.com/FzooN22f82 — ANI (@ANI) August 18, 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ સાથે પણ વાત કરી હતી.
#WATCH | Prime Minister Narendra Modi interacts with #TokyoOlympics silver medalist Mirabai Chanu.
— ANI (@ANI) August 18, 2021
She is the second Indian weightlifter ever to win an #Olympics medal. pic.twitter.com/nd5Z8pw23e
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોલ્ડન બોય નીરજ ચોપરા સાથે પણ કરી વાત..
#WATCH | Prime Minister Narendra Modi interacts with #TokyoOlympics gold medalist Neeraj Chopra. The PM appreciates him and says, "...I have seen that success doesn't get to your head and loss doesn't stay in your mind..." pic.twitter.com/ajgznSSnTK
— ANI (@ANI) August 18, 2021
મોદીએ આ ખેલાડીઓની અંગત પસંદગી અને નાપસંદગી વિશે વાતચીત કરી હતી. આ ઉપરાંત રમત દરમિયાનના પડકારો વિશે પણ વાતચીત કરી હતી. બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનારી આસામની લવલીના બોરહોગને પીએમ મોદીને ગ્લોવ્સ ભેટમાં આપ્યા હતા અને પોતાને મળેલા સપોર્ટ બદલ આભાર માન્યો હતો. મોદીએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરા સાથે સૌથી વધારે વાતચીત કરી હતી. પીએમ મોદીએ પૂછ્યું કે , આટલા લાંબા અંતર સુધી ભાલો કેવી રીતે ફેંકી શક્યા ? નીરજે જણાવ્યું કે અમે 12 લોકો ફાઈનલમાં હતા અને અમારે અમારા પરફોર્મન્સ પર ધ્યાન આપવાનું હતું. દરેક ગેઈણ વખતે અમારી કોશિશ એ રહે છે કે, બીજાના પરફોર્મન્સ પર ધ્યાન ન આપો, તેમના પરફોર્મન્સથી નર્વસ પણ ન થાઓ. આ વખતે પણ મમેં એ જ મંત્ર અણલમા મૂક્યો અને હું ગોલ્ડ મેડલ જીતી શકાય એટલા અંતર સુધી ભાલો ફેંકી શક્યો.