શોધખોળ કરો
Advertisement
નીતિશ કુમારના નેતૃત્વમાં સંકલ્પ સિદ્ધ કરીશું, દેશની માતા-બહેનો ભાજપની સાઇલેંટ વોટર્સઃ મોદી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કર્યું.
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા અને ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની થયેલી જીતનેે લઈ પીએમ મોદીએ કાર્યકર્તાઓને વિદેશ સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું, દેશના યુવાનોને મારું આહ્વાન છે કે આગળ આવો અને બીજેપીના માધ્યમથી દેશની સેવામાં લાગી જાવ. પોતાના સપનાને સાકાર કરવા, સંકલ્પ સિદ્ધ કરવા કમળને હાથમાં લઈને નીકળી પડો. ચૂંટણી આવશે અને જશે, હાર-જીત થતી રહેશે. ક્યારેક આ બેસશે તો ક્યારેક તે બેસશે. પરંતુ મોતનો ખેલ લોકતંત્રમાં ન ચાલી શકે.
મહિલાએ અમારા માટે સાઇલેંટ વોટરનો સૌથી મોટો સમૂહઃ પીએમ
પીએમ મોદીએ કહ્યું, અમે તમામ ભાજપના કાર્યકર્તા, નીતિશ કુમારના નેતૃત્વમાં, દરેક બિહારવાસી સાથે આ સંકલ્પને સિદ્ધ કરવામાં કોઈ કસર નહીં છોડીએ. ભાજપ પાસે સાઇલેંટ વોટરનો એક મોટો સમૂહ છે, જે તેમને વારંવાર વોટ આપી રહ્યો છે. દેશની મહિલાઓ, નારી શક્તિ અમારા માટે સાઇલેંટ વોટર છે. ગામડાથી લઈ શહેરો સુધી મહિલાઓ અમારા માટે સાઇલેંટ વોટરનો સૌથી મોટો સમૂહ બની ગઈ છે.
બિહારીવાસી પારખું અને જાગૃતઃ મોદી
હું બિહારના ભાઈઓ બહેનોને કહીશ કે, બિહાર લોકતંત્રની જમીન કેમ કહેવાય છે તે તમે ફરીથી સાબિત કર્યુ છે. ખરેખર બિહારવાસીઓ પારખું પણ છે અને જાગૃત પણ. બિહારનો યુવા જીત્યો છે, માતા-બહેનો જીતી છે. બિહરનો ગરીબ જીત્યો છે, ખેડૂત જીત્યો છે, આ બિહારની આકાંક્ષાની-ગૌરવની જીત છે.
તમારો ભાજપ પર ભરોસો જ તમારા પ્રધાનસેવકની સૌથી મોટી મૂડીઃ પીએમ
પીએમ મોદીએ કહ્યું, આજે ભાજપ જ દેશની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે જેમાં ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત તેમનું પ્રતિનિધિત્વ જોવે છે. આ પાર્ટી સમાજના દરેક વર્ગની જરૂરિયાતને સમજીને તેમના માટે કામ કરે છે. દેશના યુવાનોને સૌથી વધુ ભરોસો હોય તો તે ભાજપ પર છે. તમામ લોકો ભાજપ પર ભરોસો કરી રહ્યા છે. આ ભરોસો ભાજપ માટે, મારા માટે, તમારા પ્રધાનસેવક માટે સૌથી મોટી મૂડી છે.
વિકાસના આધારેે જ આગામી ચૂંટણીઓ લડાશેઃ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું, 21મી સદીના ભારતના નાગરિક વારંવાર તેમનો સંદેશ સ્પષ્ટ કરી રહ્યા છે. જ્યારે તેમને સેવાનો મોકો મળશે ત્યારે દેશના વિકાસના લક્ષ્યની સાથે ઈમાનદારીથી કામ કરશે. દરેક રાજકીય પક્ષ પાસેથી લોકોને અપેક્ષા છે કે દેશ માટે કામ કરો. દેશનો વિકાસ, રાજ્યનો વિકાસ આજે સૌથી મોટી કસોટી છે અને આગામી સમયમાં પણ ચૂંટણીનો આધાર રહેશે.
કોરોના સંક્ટમાં ભારતે ચૂંટણી યોજીને શક્તિનો પરિચય કરાવ્યો
ચૂંટણી ભલે કેટલીક સીટો પર થઈ હોય પરંતુ સમગ્ર દેશની નજર ગઈકાલે સવારથી ટીવી, સોશિયલ માડિયા અને ચૂંટણી પંચની વેબસાઇટ પર હતી. લોકતંત્ર પ્રત્યે ભારતીયોની જે આસ્થા છે તેની મિસાલ સમગ્ર વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. કોરોના સંકટ વચ્ચે પણ આટલી મોટી ચૂંટણી યોજીને ભારતે વિશ્વને શક્તિનો પરિચય કરાવી દીધો છે.
પહેલા બિહારમાં ચૂંટણી એટલે હિંસા તેવો અર્થ થતોઃ પીએમ
કોરોના કાળમાં ચૂંટણી આસાન નહોતી. પહેલા બિહારમાં ચૂંટણીનો અર્થ હિંસા થતો હતો. બિહારમાં ચૂંટણી સફળતાનો શ્રેય પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને જાય છે. ભાજપને યુપી, મધ્યપ્રદેશ, ગુજરાત, દક્ષિણ ભારતમાં પણ સફળતા મળી.
બિહારની જનતાએ મોદીના કામ પર મ્હોર લગાવીઃ નડ્ડા
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું, બિહારની જનતાએ મોદીના કામ પર મ્હોર લગાવી છે. કોરોના મહામારીએ શક્તિશાળી દેશોના નેતૃત્વ પર પ્રશ્ન ઉભો કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કોરોનામાં જે રીતે 130 કરોડ લોકોનું નેતૃત્વ કર્યુ, આકરા પગલાં લીધા તેનાથી દેશના નાગરિકોની રક્ષા થઈ.
-પીએમ મોદી કાર્યાલય પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ મોદી-મોદીનો સૂત્રોચ્ચાર કર્યો હતો.
- રક્ષા મંત્રી રાજનાથ સિંહ અનેક સિનિયર નેતા પણ પહોંચી ચુક્યા છે.
-અમિત શાહ પણ ભાજપ કાર્યાલય પહોંચી ગયા છે.
- જે.પી.નડ્ડા પાર્ટી કાર્યાલય પહોંચી ગયા છે. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને 125 સીટ મળી છે. જ્યારે મહાગઠબંધનને 110 સીટ મળી છે. એનડીએમાં સામેલ બીજેપીને 74, જેડીયૂને 43, વિકાસશીલ ઈંસાન પાર્ટીને 4 અને હિન્દુસ્તાની અવામ મોર્ચાને 4 સીટ મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement