PM Modi Live: ISRO કમાંડ સેન્ટરમાં વૈજ્ઞાનિકો સાથે પીએમ મોદીએ કરી મુલાકાત, કહ્યું- લેન્ડર ચંદ્ર પર ઉતર્યું તે હવે 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે
PM Modi News: વિક્રમ લેન્ડરના લેન્ડિંગ સમયે પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતા.
LIVE
Background
PM Modi Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત પૂર્ણ કર્યા બાદ બેંગ્લોર પહોંચી ગયા છે. પીએમ મોદી બેંગલુરુમાં ચંદ્રયાન-3ની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપશે. પીએમ મોદીના સ્વાગત માટે ભાજપના નેતાઓ અને કાર્યકરો તૈયાર છે. વિક્રમ લેન્ડરના લેન્ડિંગ સમયે પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતા.
પીએમ મોદી હેડક્વાર્ટરમાં એક કલાક રોકાશે
PM મોદી શનિવારે સવારે બેંગલુરુ પહોંચી ગયા છે. પીએમ લગભગ એક કલાક ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) ખાતે રોકાશે. તેઓ ઈસરો હેડક્વાર્ટર ખાતે વૈજ્ઞાનિકોને મળશે અને ચંદ્રયાન-3ની સફળતા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવશે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર, નેતાઓ અને કાર્યકરો PM મોદીનું HAL એરપોર્ટની બહાર અને ISTRAC પાસે જલાહલ્લી ક્રોસ પર સ્વાગત કરશે.
ISRO એ માન્યો પીએમ મોદીનો આભાર
ઈસરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. આ અંગે ઈસરોએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી માહિતી આપી છે.
Dhanyavaad, Honorable Prime Minister of India Shri @narendramodi ji. https://t.co/r66p5bPFN0
— ISRO (@isro) August 26, 2023
પીએમ મોદીએ દેશના યુવાનોને ટાસ્ક આપી
સંબોધન દરમિયાન દેશના યુવાનોને એક ટાસ્ક આપતા પીએમ મોદીએ કહ્યું કે નવી પેઢીએ ભારતના શાસ્ત્રોમાં રહેલા ખગોળશાસ્ત્રના સૂત્રોને વૈજ્ઞાનિક રીતે ચકાસવા માટે આગળ આવવું જોઈએ.
નેશનલ હેકફોનનું આયોજન કરો - પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું કે હું ઈચ્છું છું કે ISRO કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે મળીને નેશનલ હેકફોનનું આયોજન કરે. યુવાનોને પણ આમાં સામેલ કરે.
23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે - PM મોદી
ISRO સેન્ટરમાં વૈજ્ઞાનિકોને સંબોધતા PM મોદીએ જાહેરાત કરી હતી કે ચંદ્રયાન-3 જે દિવસે ચંદ્ર પર ઉતરશે તે દિવસ એટલે કે 23 ઓગસ્ટને હવે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.
પીએમ મોદીએ બે મોટી જાહેરાતો કરી
આ દરમિયાન પીએમ મોદીએ બે મોટી જાહેરાતો પણ કરી. તેમણે કહ્યું કે જે બિંદુ પરથી અમારું લેન્ડર ચંદ્ર પર ઉતર્યું તે હવે 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે. માનવતાના કલ્યાણનો સંકલ્પ શિવમાં સમાયેલો છે. શક્તિથી આપણને એ સંકલ્પો પૂરા કરવાની તાકાત મળે છે. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન-2 દ્વારા ચંદ્ર પર જે પગના નિશાન છોડવામાં આવ્યા છે, તે જગ્યાને 'ત્રિરંગો' કહેવામાં આવશે.