શોધખોળ કરો

PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા, UNGA સમિટમાં હાજરી આપે તેવી શક્યતા

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાત લઈ શકે છે, જ્યાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અહીં પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જ્યારે છેલ્લા દિવસની કાર્યવાહી 29 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. આ સંભવિત મુલાકાત દરમિયાન પીએમ મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે. સૂત્રોનું માનીએ તો યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત થઈ શકે છે.

ઉપરાંત, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત મુલાકાતની ચર્ચા છે, જોકે બંને પક્ષો દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી. હાલમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) અથવા વિદેશ મંત્રાલય દ્વારા આ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આ ઉચ્ચ સ્તરીય સામાન્ય ચર્ચા માટે વિશ્વભરના નેતાઓ ન્યૂયોર્ક પહોંચશે. પીએમ મોદીની આ મુલાકાત રાજદ્વારી દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમાં વૈશ્વિક રાજકારણ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવામાં આવશે.

ચીનના તિયાનજિન શહેરમાં 31 ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લે તેવી સંભાવના છે, ત્યારે ચીને પીએમ મોદીના આગામી ચીન પ્રવાસને લઈને સ્વાગત કર્યું છે. પીએમ મોદીની ચીન મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આખી દુનિયા રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિઓ સામે ઝઝૂમી રહી છે

નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે જે છઠ્ઠી વખત ચીનની મુલાકાતે જઈ રહ્યા છે.  2020ના ગલવાન ખીણ અથડામણ પછી આ તેમની ચીનની પહેલી મુલાકાત હશે. નોંધનીય છે કે ગયા મહિને વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા હતા. મોદી અને જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024માં રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી. 

ટોપ સ્ટોરી

‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Embed widget