શોધખોળ કરો

PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ

PM Modi Participates Ganpati Puja: પ્રધાનમંત્રીએ મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાન પર સમારોહ દરમિયાન પરંપરાગત મહારાષ્ટ્રીયન ટોપી પહેરી હતી.

PM Modi Participates Ganpati Puja: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના ઘરે ગણપતિ પૂજા સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદી સીજેઆય ડીવાય ચંદ્રચુડ અને તેમના પત્ની સાથે ભગવાન ગણેશની આરતી અને પૂજા કરતા જોવા મળ્યા હતા. મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને યોજાયેલા સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીએ પરંપરાગત મહારાષ્ટ્રીયન ટોપી પહેરી હતી.

આ સમગ્ર કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે પીએમ નરેન્દ્ર મોદી ગણપતિ પૂજામાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીનું સ્વાગત સીજેઆઈ ચંદ્રચુડ અને તેમની પત્નીએ કર્યું હતું. બાદમાં પ્રધાનમંત્રીએ ગણપતિ આરતી કરી હતી. આ પ્રસંગે પીએમ મોદી સાથે સીજેઆઈ અને તેમની પત્ની કલ્પના દાસ ચંદ્રચુડ પણ પૂજા સ્થળ પર હાજર હતા.

પીએમ મોદી મરાઠી લુકમાં જોવા મળ્યા
આ વીડિયોમાં જોઈ શકાય છે કે,પ્રધાનમંત્રી મોદી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના ઘરે આયોજિત પૂજામાં તે પરંપરાગત મરાઠી ટોપી પહેરીને જોવા મળે છે. આ દરમિયાન તે મરાઠી માનુસ લુકમાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ગણપતિ પૂજા ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે.

દેશભરમાં ગણેશ ઉત્સવનો માહોલ
તમને જણાવી દઈએ કે, ગણેશ ઉત્સવ દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. આ અવસર પર લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપાની પૂજા કરે છે. 'ગણપતિ બાપ્પા મોર્યા' કહીને તેઓ બાપ્પાને ઘરે બીરાજમાન કરાવે છે અને પૂજા કરે છે. આ વખતે 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી પર આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી હતી. બોલિવૂડથી લઈને રમતગમતના ખેલાડીઓ અને વિવિધ મોટી હસ્તીઓ પણ ધામધુમથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે.

આ પણ વાંચો...

Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ

Chit Fund Scam: ભારતના આ ચાર દિગ્ગજ ક્રિકેટરોની વધી મુશ્કેલી, કરોડોના ચિટફંડ કૌભાંડમાં ગુજરાત સીઆઇડીએ મોકલ્યા સમન્સ

Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ

ABP Premium

વિડિઓઝ

Banaskantha Protest | વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધGujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
Chit Fund Scam: ભારતના આ ચાર દિગ્ગજ ક્રિકેટરોની વધી મુશ્કેલી, કરોડોના ચિટફંડ કૌભાંડમાં ગુજરાત સીઆઇડીએ મોકલ્યા સમન્સ
Chit Fund Scam: ભારતના આ ચાર દિગ્ગજ ક્રિકેટરોની વધી મુશ્કેલી, કરોડોના ચિટફંડ કૌભાંડમાં ગુજરાત સીઆઇડીએ મોકલ્યા સમન્સ
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
Healthy Heart:  શરીરમાં જોવા મળતા આ 7 લક્ષણો જણાવે છે કે તમારું હૃદય સ્વસ્થ છે કે નહીં?

Night Club Shooting: અમેરિકામાં વધુ એક મોટો હુમલો, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબ પાસે ફાયરિંગ

New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર

NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા

Embed widget