શોધખોળ કરો

PM Modi : મધ્યપ્રદેશમાં જનસભા દરમિયાન PM મોદીએ નાના બાળકનું કર્યું અભિવાદન, જુઓ વીડિયો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની આગવી શૈલી માટે જાણીતા છે. તેઓ ઘણી સભાઓમાં લોકો સાથે સીધો સંવાદ કરતા જોવા મળે છે.

ભોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની આગવી શૈલી માટે જાણીતા છે. તેઓ ઘણી સભાઓમાં લોકો સાથે સીધો સંવાદ કરતા જોવા મળે છે. કેટલીક જગ્યાએ ભીડવાળી સભામાં કોઈને થાંભલા પરથી નીચે ઉતરવાની સલાહ આપે છે. રવિવારે પણ PM નરેન્દ્ર મોદીએ ઝાબુઆમાં કંઈક આવું જ કર્યું. તેમણે એક બાળકને કહ્યું કે દીકરા, મને તારો પ્રેમ મળી ગયો છે. એક બાળક પિતાના ખભા પર બેસી પીએમ મોદીને અભિવાદન કરી રહ્યો હતો.

વાસ્તવમાં પીએમ મોદી ઝાબુઆમાં આદિવાસી વિધાનસભાની રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન સભામાં એક બાળક પિતાના ખભા પર બેસીને ભાષણ સાંભળી રહ્યું હતું. તે બાળક હાથ હલાવીને પીએમનું અભિવાદન કરી રહ્યો હતો. પછી જ્યારે પીએમ મોદીની નજર તેમના પર પડી તો તેમણે કહ્યું કે દીકરા હવે તારો હાથ દુખી જશે, તારો હાથ દુખવા લાગશે. મને તારો પ્રેમ મળી ગયો છે. હવે તારો હાથ નીચે કરી દે. બાળકે હાથ નીચે કર્યા તો પીએમ મોદીએ કહ્યું, શાબાશ! બુદ્ધિશાળી છો. પીએમએ પણ હાથ હલાવીને બાળકનું અભિવાદન કર્યું હતું. આ જોઈને સમગ્ર સભામાં મોદી મોદીના નારા લાગ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આદિવાસી સભાને સંબોધવા માટે મધ્યપ્રદેશના ઝાબુઆ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લાખો રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને 370થી વધુ સીટો મળશે.   

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (11 ફેબ્રુઆરી) મધ્યપ્રદેશના ઝાબુઆથી લોકસભા ચૂંટણી 2024 માટે  તૈયારીઓ શરુ કરી દિધી છે.  આ સાથે તેમણે એકલા ભારતીય જનતા પાર્ટી (BJP) માટે 370નો લક્ષ્યાંક રાખ્યો છે. જનજાતિ મહાસભાને સંબોધતા તેમણે કહ્યું, "24માં 400ને પાર ."

પીએમ મોદીએ કહ્યું કે જે લખવામાં આવી રહ્યું છે તેનાથી વિપરીત, તેમની મધ્યપ્રદેશની મુલાકાત ચૂંટણીના હેતુ માટે નથી. તેમણે કહ્યું, “હું અહીં સેવક તરીકે આવ્યો છું. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ અહીંના લોકોનો મૂડ પહેલેથી જ જાહેર કરી દીધો છે. વિપક્ષી નેતાઓ પણ સંસદમાં કહી રહ્યા છે કે 24માં 400ને પાર કરી જશે. હવે તેમના પછી લોકો પણ એવું રટણ કરી રહ્યા છે કે 24માં 400 પાર થઈ જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો

RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું

Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો

ABP Premium

વિડિઓઝ

Parliament Session 2024| પેપર લીક મુદ્દે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ સંસદમાં શું કહ્યું?Rain in Gujarat| છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | કેમ થઈ વીજળી ગુલ?Hu to Bolish | હું તો બોલીશ | કેમ થાય છે સર્વર ઠપ્પ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
પેરાસિટામોલ સહિતની 52 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, એસિડિટીથી લઈને દુખાવા સુધીની દવાઓ છે સામેલ

ITR: આવકવેરા સાથે સંબંધિત આ કામ પહેલેથી કરી લો, રિટર્ન ભર્યા પછી સીધું ખાતામાં આવી જશે રિફંડ

T20 World Cup 2024: પ્રથમવાર ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું સાઉથ આફ્રિકા, સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવ્યું

જમ્યા પછી તરત જ સૂઈ જવાની આદત છે તો સાવધાન, થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

Embed widget