'મહેનતથી કમાયેલી સંપત્તિ તમારા બાળકોને નહી મળે...', પિત્રોડાના નિવેદન પર PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
મોદીએ કહ્યું કે કોંગ્રેસના ઈરાદા સારા નથી અને બંધારણ અને સામાજિક ન્યાયને અનુરૂપ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે છત્તીસગઢના સરગુજામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા સામ પિત્રોડાના વારસાગત ટેક્સ પરના નિવેદન પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઈરાદા સારા નથી. હવે તેના ખતરનાક ઈરાદાઓ ખુલ્લેઆમ બધાની સામે આવી ગયા છે. તેથી હવે તેઓ વારસાગત કર વિશે વાત કરી રહ્યા છે.
#WATCH | Addressing the Vijay Sankalp Shankhnaad Maharally in Surguja, Chhattisgarh, Prime Minister Narendra Modi says, "The royal family's prince's advisor and the royal family's prince's father's advisor had said that more taxes should be imposed on the middle class. Now these… pic.twitter.com/mftRMCol8b
— ANI (@ANI) April 24, 2024
મોદીએ કહ્યું કે કોંગ્રેસના ઈરાદા સારા નથી અને બંધારણ અને સામાજિક ન્યાયને અનુરૂપ નથી. કોંગ્રેસ તમારી કમાણી, તમારા ઘર, દુકાન, ખેતરો પર પણ નજર રાખી રહી છે. કોંગ્રેસના રાજકુમાર કહે છે કે તેઓ દેશના દરેક ઘર, દરેક કબાટ અને દરેક પરિવારની સંપત્તિનો એક્સ-રે કરશે. અમારી માતાઓ અને બહેનો પાસે જે નાનું સ્ત્રીધન, ઝવેરાત છે તેની કોગ્રેસ તપાસ કરાવશે.
પીએમે કહ્યું કે અહીં સરગુજામાં આપણી આદિવાસી માતાઓ અને બહેનો હંસુલી પહેરે છે, મંગળસૂત્ર પહેરે છે. કોંગ્રેસ તમારી પાસેથી આ બધું છીનવીને વહેંચશે. હવે તમે જાણો છો કે તે કોને આપશે. તેઓ તમારી પાસેથી લૂંટશે અને કોને આપશે? શું મારે કહેવાની જરૂર છે? શું તમે મને આ પાપ કરવા દેશો? કોંગ્રેસનું કહેવું છે કે સત્તામાં આવ્યા બાદ તે એક પછી એક ક્રાંતિકારી પગલાં લેશે. અરે, આ સપના ના જોશો. દેશની જનતા તમને આવી તક નહીં આપે.
મોદીએ કહ્યું કે કોંગ્રેસના ખતરનાક ઈરાદા એક પછી એક ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે. શાહી પરિવારના રાજકુમારના સલાહકાર તેમણે થોડા સમય પહેલા કહ્યું હતું કે આપણા દેશમાં મધ્યમ વર્ગ છે, તેમના પર વધુ ટેક્સ લગાવવો જોઈએ. તેણે આ વાત જાહેરમાં કહી છે. હવે આ લોકો તેનાથી એક ડગલું આગળ વધી ગયા છે. તેઓએ કહ્યું છે કે તમારી મિલકત પર વારસાગત કર લાદવામાં આવશે.
વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ કહે છે કે તેઓ વારસાગત કર લાદશે. તેઓ નથી ઇચ્છતા કે તમારા બાળકોને તમે તમારી મહેનત દ્વારા ભેગી કરેલી સંપત્તિનો વારસો મળે. તેઓ નથી ઈચ્છતા કે ભારતીયો તેમની મિલકત તેમના બાળકોને આપે. આ પાર્ટી પર શહેરી નક્સલીઓનો કંન્ટ્રોલ છે. તેઓ તમારી બધી દુકાનો અને ઘરો છીનવી લેશે. કોંગ્રેસ તમારા માતા-પિતાનો વારસો છીનવી લેશે.
કોગ્રેસની લૂંટ જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાસે એક જ મંત્ર છે. કોગ્રેસની લૂંટ જિંદગી દરમિયાન અને જિંદગી પછી પણ રહેશે. જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી કોંગ્રેસ તમને ઊંચા કર વડે મારશે અને જ્યારે તમે જીવશો નહીં ત્યારે તમારા પર વારસાગત કરનો બોજ પડશે. જેઓ આખી કોંગ્રેસ પાર્ટીને પોતાની પૈતૃક સંપત્તિ માનતા હતા અને પોતાના સંતાનોને આપી દેતા હતા, હવે તેઓ નથી ઈચ્છતા કે ભારતીયો તેમની મિલકત તેમના સંતાનોને આપે.