શોધખોળ કરો

આવતીકાલે વિશ્વની સૌથી લાંબી અટલ ટનલનું ઉદ્ધાટન કરશે PM મોદી

અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી હાઇવે ટનલ છે. 9.02 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ ટનલ મનાલીને આખું વર્ષ લાહૌલ-સ્પિતિ ઘાટી સાથે જોડી રાખશે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આવતીકાલે 3 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કરશે. અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી હાઇવે ટનલ છે. 9.02 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ ટનલ મનાલીને આખું વર્ષ લાહૌલ-સ્પિતિ ઘાટી સાથે જોડી રાખશે. અગાઉ આ ઘાટી ભારે હિમવર્ષાને કારણે દર વર્ષે આશરે 6 મહિના સુધી દેશના બાકીના વિસ્તારોથી સંપર્કવિહોણી થઈ જતી હતી. આ ટનલનું નિર્માણ હિમાલયની પીરપંજાલ પર્વતમાળામાં અત્યાધુનિક ખાસિયતો સાથે થયું છે, જે દરિયાની સરેરાશ સપાટીથી 3,000 મીટર (10,000 ફીટ)ની ઊંચાઈ પર સ્થિત છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે આ અટલ ટનલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે મંત્રી અનુરાગ ઠાકુર પણ સાથે હતા. આ ટનલથી મનાલી અને લેહ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઘટશે તથા પ્રવાસનો સમય આશરે 4થી 5 કલાક ઓછો થઈ જશે.જ્યારે અટલ ટનલની સાઉથ પોર્ટલ (એસપી) 3060 મીટરની ઊંચાઈ પર મનાલીથી 26 કિલોમીટરના અંતરે સ્થિત છે, ત્યારે નોર્થ પોર્ટલ (એનપી) 3071 મીટરની ઊંચાઈ પર લાહૌલ ઘાટીમાં સિસ્સુમાં તેલિંગ ગામ નજીક સ્થિત છે. આ ટનલ ઘોડાના પગની નાળ જેવો આકાર ધરાવે છે. આ સિંગલ ટ્યુબ ડબલ લેન ટનલ 8 મીટરનો માર્ગ ધરાવે છે. એ 5.525 મીટરનું ઓવરહેડ ક્લીઅરન્સ ધરાવે છે. આ ટનલ 10.5 મીટર પહોળી અને ઇમરજન્સી કે કટોકટીની સ્થિતિમાં 3.6 x 2.25 મીટરનો નીકળવાનો માર્ગ ધરાવે છે, જે મુખ્ય ટનલની અંદર જ બનાવવામાં આવ્યો છે. અટલ ટનલમાંથી કલાકદીઠ મહત્તમ 80 કિલોમીટરની ઝડપે દરરોજ 3000 કાર અને 1500 ટ્રક પસાર થઈ શકશે. આ ટનલ અત્યાધુનિક ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ ધરાવે છે, જેમાં સેમી ટ્રાન્સવર્સ વેન્ટિલેશન સિસ્ટમ, SCADA કન્ટ્રોલ ફાયરફાઇટિંગ, ઇલ્યુમિનેશન અને મોનિટરિંગ સિસ્ટમ સામેલ છે. રોહતાંગ પાસ નીચે વ્યૂહાત્મક ટનલ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય 03 જૂન, 2000ના રોજ તત્કાલિન પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીએ લીધો હતો. ત્યારબાદ ટનલના સાઉથ પોર્ટલને જોડતા એક્સેસ રોડ માટે શિલારોપણ 26 મે, 2002ના રોજ થયું હતું. સરહદ માર્ગ સંસ્થા (બીઆરઓ)એ મુખ્ય ભૂસ્તરીય, ભૌગોલિક અને હવામાન સંબંધિત પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને આ ટનલનું નિર્માણ કરવા માટે રાતદિવસ કામ કર્યું હતું. આ પડકારોમાં મુખ્ય પડકાર 587 મીટરની લંબાઈ ધરાવતો સેરી નાલાહ ફોલ્ટ ઝોન હતો. બંને છેડે સફળતા 15 ઓક્ટોબર, 2017ના રોજ મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 24 ડિસેમ્બર, 2019ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં રોહતાંગ ટનલને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના દેશના વિકાસમાં આપેલા પ્રદાનને બિરદાવવા માટે અટલ ટનલ નામ આપવાનો નિર્ણય લીધો હતો. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

Embed widget