શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
BRICS સમિટમાં ભાગ લેવા બે દિવસના બ્રાઝિલ પ્રવાસ પર જશે PM મોદી
બ્રિક્સ પાંચ દેશોનું સંગઠન છે જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા સામેલ છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે 13-14 નવેમ્બરના રોજ બ્રાઝીલના બે દિવસના પ્રવાસ પર જશે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ અંગેની જાણકારી આપી હતી. બ્રિક્સ પાંચ દેશોનું સંગઠન છે જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા સામેલ છે.
વિદેશ મંત્રાલયમાં સચિવ (આર્થિક સંબંધ) ટી.એસ. ત્રિમૂર્તિએ કહ્યુ કે, BRICS સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી સભ્ય દેશોમાં સહયોગ વધારવાના સંકલ્પને આગળ વધારશે. હાલમાં બ્રાઝિલ બ્રિક્સનું અધ્યક્ષ છે. આ સંગઠન દુનિયાની 3.6 અબજ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે જે દુનિયાની લગભગ અડધી વસ્તી છે. સભ્ય દેશોનો સંયુક્ત જીડીપી લગભગ 16 હજાર 600 અબજ ડોલર છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના થાઇલેન્ડ પ્રવાસ પર ગયા હતા.MEA: Prime Minister Narendra Modi will be visiting Brasilia, Brazil on 13-14 November to attend the 11th BRICS Summit. The theme of BRICS summit this year is 'Economic Growth for an Innovative Future' (File Pic) pic.twitter.com/9jkb4vzDeI
— ANI (@ANI) November 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion