શોધખોળ કરો
Advertisement
અયોધ્યાના કાર્યક્રમ માટે મોદીએ સોનેરી કુર્તો અને પિતાંબર કેમ પહેર્યાં ?
નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનનું શિલાન્યાસ કરશે તેને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી માટે કપડાંની પસંદગી પણ ખાસ કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં પીતાંબર અને સોનેરી રંગને ખુબ જ શુભ માનવામાં આવે છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનનું શિલાન્યાસ કરશે ત્યાર બાદ 12 કલાકે 5 મિનિટે રામલલાના દર્શન કરશે. નરેન્દ્ર મોદી લખનઉ જવા માટે દિલ્હીથી રવાના થયા ત્યારે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતાં જેની તસવીર સામે આવી છે. નરેન્દ્ર મોદી ડ્રેસિંગને સ્ટાઈલ અંગે તો સૌ કોઈ જાણે જ છે પણ આ વખતે નરેન્દ્ર મોદી અળગ જ અંદાજમાં જોવા મળ્યાં હતાં. નરેન્દ્ર મોદીએ આજે સોનેરી કુર્તો અને ધોતી પહેરી હતી.મહત્વની વાત એ છે કે, હિન્દુ ધર્મમાં પીતાંબર અને સોનેરી રંગને ખુબ જ શુભ માનવામાં આવે છે.
નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનનું શિલાન્યાસ કરશે તેને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી માટે કપડાંની પસંદગી પણ ખાસ કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં પીતાંબર અને સોનેરી રંગને ખુબ જ શુભ માનવામાં આવે છે. પીએમ મોદી બપોરે 12 કલાકે રામ જન્મભૂમિ પહોંચશે અને 12 કલાકે 5 મિનિટે રામલલાના દર્શન કરશે. ત્યાર બાદ રામ જન્મભૂમિ પરિસરમાં 12 કલાકે 15 મિનિટ પર પારિજાત વૃક્ષારોપણ કરશે. ઠીક 12 કલાકે 30 મિનિટે ભૂમિ પૂજન કરશે અને 12 કલાકે 40 મિનિટ પર રામ મંદિરની આધારશિલા રાખશે.
નરેન્દ્ર મોદીની ડ્રેસિંગની વાત કરવામાં આવે તો, આજે રામ જન્મ ભૂમિ માટે નરેન્દ્ર મોદી કંઈક અલગ જ ડ્રેસ કોડમાં જોવા મળ્યાં હતાં. આજનો પીએમ મોદીનો અંદાજ કંઈક અલગ જોવા મળ્યો હતો. સોનેરી ધોતી અને કૂર્તો પહેરીને પીએમ મોદી વિશેષ પ્લેનમાં સવાર થયા હતા. જેની તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી 29 વર્ષ પહેલાં અયોધ્યા ગયા હતા. ત્યારે તેઓને ત્યાં પુછવામાં આવ્યું હતું કે, હવે ફરીથી તમે ક્યારે અયોધ્યા પધારશો. તે સમયે નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો હતો કે, રામ મંદિર બન્યા બાદ હું અહીં પધારીશ.
1 કલાકને 15 મિનિટે પીએમ મોદી દેશને સંબોધિત કરશે. ત્યાર બાદ 2 કલાકને 5 મીનિટ પર સાકેત સ્થિત હેલીપેડ રવાના થશે અને ત્યાંથી દિલ્હી માટે નીકળશે. નરેન્દ્ર મોદી દિલ્હીથી લખનઉ જવા રવાના થયા ત્યાંની તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.Prime Minister Narendra Modi leaves for #Ayodhya to take part in #RamTemple event.
— ANI (@ANI) August 5, 2020
(Photo source: PMO) pic.twitter.com/VU9uGmzdJB
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion