PM Modi in Lok Sabha: PM મોદીએ સંસદમાં કહ્યું- દરેક ક્ષેત્રમાં ઉત્પાદન વધ્યું, 2 લાખ કરોડ રૂપિયા ગરીબો-મજૂરો પર ખર્ચ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે લોકસભામાં બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે.

Background
PM Modi Speech In Lok Sabha: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે લોકસભામાં બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ સત્રના પહેલા દિવસે સોમવારે સંસદમાં હિન્દીમાં સંબોધન કર્યું હતું. તે દરમિયાન 100 થી વધુ વખત એવું બન્યું કે સભ્યોએ તેમના નિવેદનોને ટેબલો થપથપાવીને આવકાર્યા. તેમનું સંબોધન સમાપ્ત થયા પછી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રાષ્ટ્રપતિના સંબોધનનો પ્રારંભિક અને છેલ્લો ભાગ અંગ્રેજીમાં વાંચી સંભળાવ્યો. મંચ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.
PMએ યોજનાઓ વિશે માહિતી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે, "મુદ્રા યોજના સફળ રહી. માતાઓ અને બહેનો આ ક્ષેત્રમાં આવ્યા. લાખો લોકો ગેરંટી વગર બેંકોમાંથી લોન લઈને સ્વરોજગાર તરફ આગળ વધ્યા છે અને એક-બે લોકોને રોજગાર આપીને પોતે પણ કરી રહ્યા છે. PM એ કહ્યું કે આઝાદી પછી પહેલીવાર સ્ટ્રીટ વેન્ડર્સને બેંકો પાસેથી લોન મળી રહી છે અને અમારા સ્ટ્રીટ વેન્ડરો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે અને કરોડો કામદારોને યોજનાનો લાભ મળી રહ્યો છે. અમે ગરીબ કામદારો માટે બે લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે
વિપક્ષ પર નિશાન સાધ્યું
વિપક્ષ પર નિશાન સાધ્યું
વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, "જો આપણે લોકલ માટે વોકલની વાત કરી રહ્યા છીએ, તો શું આપણે મહાત્મા ગાંધીના સપના પૂરા નથી કરી રહ્યા? તો પછી વિપક્ષ દ્વારા તેની મજાક કેમ ઉડાવવામાં આવી રહી છે? અમે યોગા કર્યા. અને ફિટ ઈન્ડિયાની વાત કરી. પરંતુ વિપક્ષોએ પણ તેની મજાક ઉડાવી." તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે રોગચાળા વચ્ચે 80 કરોડથી વધુ સાથી ભારતીયોને મફત રાશન મળે. અમારી પ્રતિબદ્ધતા છે કે કોઈ પણ ભારતીય ભૂખ્યો ન રહે.





















