Mann Ki Baat: PM મોદીએ મિલ્ખા સિંહને કર્યાં યાદ કહ્યું, 'તેમનું યોગદાન કયારેય નહીં ભૂલી શકાય'
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર પોતાના મન્થલી પ્રૉગ્રામ 'મન કી બાત' કરશે. આ 'મન કી બાત'નો 78મો એપિસૉડ હશે, આ એપિસૉડમાં પીએમ કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
LIVE
Background
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર પોતાના મન્થલી પ્રૉગ્રામ 'મન કી બાત' કરશે. આ 'મન કી બાત'નો 78મો એપિસૉડ હશે, આ એપિસૉડમાં પીએમ કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
PM મોદીએ આ શિક્ષકનો મન કી બાતમાં કેમ કર્યો ઉલ્લેખ, તેમના કયાં કાર્યની કરી પ્રશંસા
PM મોદીએ જળ સંરક્ષણની ચર્ચા કરતા ઉત્તરાખંડના પૌડી ગઢવાલના શિક્ષક ભારતીની ચર્ચા કરતા તેમની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ગામડા અને ખેતરોમાં મેડ બનાવો અને આ રીતે જળ સંચય કરો. આ સાથે તેમણે આયુર્વૈદનું મહત્વ સમજાવતા સ્થાનિક વનસ્પતિના માધ્યમથી આવક ઉભી કરવાનો વિકલ્પ પણ લોકો સામે રજૂ કર્યો
PM મોદીએ મન કી બાતને સંબોધતા કહ્યું કે, મારી માતાએ બંને ડોઝ લઇ લીધા, આપે પણ રસી અવશ્ય લેવી જોઇએ
PM મોદીએ મન કી બાતના 78માં એપિસોડમાં લોકોને રસી લેવા માટે અનુરોધ કર્યો, પીએમ મોદીએ કહ્યું કે, મારી માતાએ અને મે અમે બંનેએ બંને ડોઝ લઇ લીધા છે તો આપ પણ આપના અવશ્ય રસી લો. વેક્સિનેનશન લઇને કોઇ શંકા કુશંકામાં ન પડવા માટે પણ પીએમ મોદીએ લોકોને અનુરોધ કર્યો.
મન કી બાતમાં પીએમ મોદીએ મિલ્ખા સિંહને કર્યાં યાદ કહ્યું, તેમનું યોગદાન ભૂલી નહી શકાય
PM મોદીએ આજે 78મી વખત રેડિયોના માધ્યમથી મન કી બાત દ્રારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહને યાદ કર્યા. તેમે કહ્યું કે જ્યારે ટોકિયો ઓલિમ્પિક્સની વાત થઈ રહી હોય તો મિલ્ખા સિંહજી જેવા લેજન્ડરી એથલેટને કેવી રીતે ભૂલી શકાય. થોડા દિવસ પહેલા જ કોરોનાએ તેમને આપણી પાસેથી છીનવી લીધા.
મન કી બાતમાં પીએમ મોદીએ મિલ્ખા સિંહને કર્યાં યાદ કહ્યુ, કે,મિલ્ખા સિંહને કર્યાં યાદ કહ્યું, તેમનું યોગદાન ભૂલી નહી શકાય. તેમણે ઓલ્પમ્કિ ક્વિઝમાં ભાગ લેવા માટે અનુરોધ કર્યો
પીએમે શેર કર્યો 'મન કી બાત'નો જુનો એપિસૉડ
પીએમ મોદીએ શનિવારે 'મન કી બાત'નો એક જુનો એપિસૉડ શેર કર્યો હતો, જેમાં ડ્રગ એબ્યૂઝ અને ગેરકાયદે તસ્કરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ પર ડ્રગ્સના ખતરાને દુર કરવાની જાણકારી સામેલ હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યુ- આવો આપણે ડ્રગ્સ મુક્ત ભારતની કલ્પનાના સાકાર કરવા અને યોગ્ય જાણકારી શેર કરવા પ્રતિબદ્ધતા બતાવીએ, યાદ રાખો, નશો ના સારી વાત છે અને ના કોઇ સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે.
પીએમનુ ટ્વીટ
પીએમ મોદીએ શનિવારે પોતાના 'મન કી બાત' પ્રૉગ્રામને લઇને ટ્વીટ કર્યુ હતુ, જેમાં લખ્યું હતુ- કાલે સવારે 11 વાગે ટ્યૂન ઇન કરો, મન કી બાત.....
Tune in at 11 AM tomorrow. #MannKiBaat pic.twitter.com/8McIhiEeI0
— Narendra Modi (@narendramodi) June 26, 2021