શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પીએમ મોદીએ લીધી Corona Vaccine, જુઓ વીડિયો
દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો.
PM Modi took his first dose of Covid vaccine: દેશના આજથી કોરોના રસીકરણનો વધુ એક તબક્કો શરૂ થયો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ રસીને પ્રથમ ડોઝ લીધો છે. પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેઓ કોઈપણ જાતની સુરક્ષા વગર ત્યાં પહોંચ્યા હતા.
દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો. પુડુચેરીની રહેવાસી સિસ્ટર પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. પીએમએ આસામી ગમછો પહેર્યો હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા.
મોદીએ ટ્વીટ કરીને લખ્યું, કોરોના વાયરસ સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી આપવામાં જે ઝડપથી આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યુ છે તે ઉલ્લેખનીય છે. જે લોકો વેક્સીન લેવા યોગ્ય છે તે તમામને વેક્સીન લેવાની અપીલ કરું છું. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ.
દેશભરમાં કોરોના વાયરસના રસીકરણનો ત્રીજી તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. જેમાં સમગ્ર દેશમાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 45 વર્ષથી ઉપરની અને અન્ય બીમારી હોય તેવી વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવાનું શરૂ થયું છે.
મોંઘવારીનો સૌથી મોટો માર, ફરી રાંધણગેસનો બાટલો મોંઘો થયો, જાણો કેટલો ભાવ વધારો કર્યો
Amitabh Bachchan Surgery: અમિતાભ બચ્ચને કઈ સર્જરી કરાવી? રિપોર્ટમાં શું કરવામાં આવ્યો છે દાવો ?
રાશિફળ 1 માર્ચ કર્ક, સિંહ રાશિના જાતક ન કરે આ કામ, જાણો કેવો રહેશે તમારો દિવસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion