શોધખોળ કરો

PM Modi US Visit: સ્વાગતની તૈયારીઓ વચ્ચે વિરોધનો સૂર! PM મોદીના અમેરીકા પ્રવાસ પહેલા સામે આવ્યો મોટો વિવાદ

PM Modi US Visit Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો US પ્રવાસ 21મી જૂનથી શરૂ થઈ રહ્યો છે. તેમની મુલાકાત પહેલા અમેરિકામાં તેમના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.

PM Modi US Visit Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો US પ્રવાસ 21મી જૂનથી શરૂ થઈ રહ્યો છે. તેમની મુલાકાત પહેલા અમેરિકામાં તેમના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, અમેરિકન અધિકાર જૂથો હવે ભારતના કથળતા માનવ અધિકારના રેકોર્ડ અંગે ચિંતા દર્શાવીને પીએમ મોદીની યુએસ મુલાકાત સામે વિરોધ પ્રદર્શનની યોજના બનાવી રહ્યા છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ, પીસ એક્શન, વેટરન્સ ફોર પીસ અને બેથેસ્ડા આફ્રિકન સેમેટ્રી ગઠબંધન જેવા સંગઠનો 22 જૂને વ્હાઇટ હાઉસ પાસે એકઠા થવાનો દાવો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડેન આ દિવસે મળવાના છે. પીએમ મોદીનો પ્રવાસ ન્યૂયોર્ક સિટીથી શરૂ થશે જ્યાં તેઓ યુએન હેડક્વાર્ટરમાં વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે. જે બાદ તેઓ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન જશે.

બીબીસી ડોક્યુમેન્ટરી સ્ક્રીનીંગ માટે તૈયારી

આ સાથે જ વોશિંગ્ટનમાં બીબીસી દ્વારા નિર્મિત 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ના સ્ક્રીનિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીબીસીની આ ડોક્યુમેન્ટરી ભારતમાં વિવાદોમાં ઘેરાયેલી હતી અને સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. વિરોધ જૂથોએ 'મોદી નોટ વેલકમ' અને 'ભારતને હિંદુ વર્ચસ્વથી બચાવો' જેવા ફ્લાયર્સ તૈયાર કર્યા છે.

માનવ અધિકારનો મુદ્દો ઉઠાવવામાં આવશે

પ્રેસિડેન્ટ બાઈડેનને લખેલા પત્રમાં, હ્યુમન રાઈટ્સ વોચના એશિયા વિભાગના નિર્દેશક ઈલેન પીયર્સન, વ્હાઈટ હાઉસને વિનંતી કરી કે મોદીની મુલાકાત દરમિયાન જાહેરમાં અને ખાનગી રીતે ભારતમાં માનવ અધિકારો અંગેની ચિંતાઓ ઉઠાવે. જો કે, વિશ્લેષકો માને છે કે આ ક્રિયાઓ બાઈડેન અને મોદી વચ્ચેની ચર્ચાઓ પર નોંધપાત્ર અસર કરે તેવી શક્યતા નથી.

જાણો અમેરિકા-ઈજિપ્ત પ્રવાસનું શિડ્યૂલ

  PM નરેન્દ્ર મોદી 20 જૂને અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે, જ્યાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરશે. પીએમ મોદી રાષ્ટ્રપતિ બાઇડેનના આમંત્રણ પર જ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. અમેરિકા બાદ પીએમ મોદી ઇજિપ્તની પણ મુલાકાત લેશે. તેઓ 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તના પ્રવાસે જશે. આ દરમિયાન પીએમ ઘણા જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. પીએમ મોદીની આ મુલાકાતને લઈને વિદેશ મંત્રાલય દ્વારા માહિતી શેર કરવામાં આવી છે.

પીએમ મોદીનું અમેરિકા પ્રવાસનું  શિડ્યૂલ

PM મોદી 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી 22 જૂને વ્હાઇટ હાઉસમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને PM મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવશે. આ પછી, વડા પ્રધાન 23 જૂને એક સમુદાય કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે, જેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી 22 જૂને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર કેવિન મેકકાર્થી અને સેનેટના સ્પીકર ચાર્લ્સ શૂમર સહિત અનેક ધારાસભ્યોના આમંત્રણ પર યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. એક દિવસ પછી, 23 જૂને, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન મોદીના સન્માનમાં લંચનું આયોજન કરશે.

વડાપ્રધાન તરીકે ઈજિપ્તની પ્રથમ મુલાકાત

પીએમ મોદી સત્તાવાર બેઠકો ઉપરાંત ઘણી મોટી કંપનીઓના સીઈઓ અને અન્ય અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે. તેમના બે દેશોના પ્રવાસના બીજા તબક્કાના ભાગરૂપે, વડાપ્રધાન મોદી 24 થી 25 જૂન સુધી ઇજિપ્તની સરકારી મુલાકાતે કૈરો જશે. મોદી આ મુલાકાત ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર કરી રહ્યા છે. અલ-સીસીએ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તે જ સમયે વડાપ્રધાનને ઇજિપ્તની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન તરીકે મોદીની આ પ્રથમ ઈજિપ્તની મુલાકાત હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget