શોધખોળ કરો

‘ભારતની સીમામાં કોઈ નથી ઘૂસ્યુ’ તેવા PM મોદીના નિવેદન પર PMOની સ્પષ્ટતા, કહ્યું- વિવાદ કરવો દુર્ભાગ્ય

કૉંગ્રેસ નેતા સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ તેને લઈને પીએમ મોદી પર નિશાન સાંધ્યું છે. હવે પીએમઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ પ્રકારનો વિવાદ કરવું દુર્ભાગ્ય.

નવી દિલ્હી: ચીન સાથેના વિવાદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનને લઈ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, “કોઈ પણ ભારતીય સરહદમાં નથી ઘૂસ્યું નથી અને ના તો કોઈ ભારતીય ચોકી પર કબ્જો કરવામાં આવ્યો.” પીએમ મોદીના આ નિવેદન બાદ વિવાદ શરુ થઈ ગયો છે. કૉંગ્રેસ નેતા સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ તેને લઈને પીએમ મોદી પર નિશાન સાંધ્યું છે. હવે પીએમઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ પ્રકારનો વિવાદ કરવું દુર્ભાગ્ય. પીએમઓએ શું કહ્યું ? પીએમઓએ કહ્યું કે, “પીએમ મોદીની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય સીમા તરફ ચીની સેનાની કોઈ હાજરી ન હોવાની ટિપ્પણીઓ સશસ્ત્ર દળઓની વીરતા બાદની હાલાત સાથે સંબંધિત છે. સૈનિકોના બલિદાનોએ માળખાગત નિર્માણ અને 15 જૂનના રોજ ગલવાનમાં અતિક્રમણના ચીનના પ્રયાસને નિષ્ફળ કર્યો હતો.” પીએમઓએ વધુમાં કહ્યું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આવા સમયે પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ પર અનાવશ્યક વિવાદ કરવામાં આવી રહ્યો છે. જ્યારે વીર સૈનિકો આપણી સરહદની રક્ષા કરી રહ્યાં છે. સર્વદળીય બેઠકમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ ગલવાનમાં 15 જૂનના રોજ થયેલી આ ઘટનાઓ પર કેન્દ્રીત હતી. જેમાં 20 સૈનિકોએ જીવ ગુમાવવો પડ્યો હતો.” પીએમઓએ સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાનનો સ્પષ્ટ વલણ છે કે, એલએસી પાર કરવાની કોઈના પણ પ્રયાસને મજબૂતીથી જવાબ આપવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ન તો કોઈ આપણી સરહદમાં ઘૂસ્યું છે, ન તો આપણી કોઈ પોસ્ટ બીજા કોઈના કબ્જામાં છે.પીએમ મોદીએ કહ્યું, ભારત શાંતિ અને મિત્રતા ઈચ્છે છે, પરંતુ સંપ્રભુતાને કાયમ રાખવી આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે. અમે સેનાને ખુલ્લી છૂટ આપી છે. પીએમની આ નિવેદન પર વિવાદ શા માટે થઈ રહ્યો છે ? પીએમ મોદીના નિવેદન પર વિપક્ષે ગલવાન ઘાટી પર ચીનના દાવાને લઈ સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી રહ્યું છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે પૂછ્યૂ હતું કે, જો કોઈ ચીની સૈનિકે એલએસી પાર નથી કરી અને ભારતીય સીમામાં નથી ઘૂસ્યા તો પાંચ-6 મેના રોજ બન્ને સેનાઓનું આમને સામને આવવું શું હતું ? 5 મેથી 6 જૂન વચ્ચે સ્થાનીય ભારતીય કમાન્ડર પોતાન ચીન સમકક્ષો સાથે કયા મુદ્દા પર વાત કરી રહ્યાં હતા ? 6 જૂનના રોજ બન્ને દેશોના કોર કમાન્ડર લેવની વાતચીત દરમિયાન કયા વિષય પર વાત થઈ ? ચિદમ્બરમે એ પણ કહ્યું કે, “જો કોઈ ચીની સૈનિક ભારતીય સીમાં દાખલ નથી થયા તો 15-16 જૂનના રોજ બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ ક્યાં થઈ હતી ? 20 ભારતીય સૈનિકોઓ ક્યાં શહીદ થયા ? જો ચીની સૈનિક ભારતીય સરહદમાં નથી ઘૂસ્ચા તો વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદનમાં પૂર્વ યથાસ્થિતિને પૂન:સ્થાપવાની વાત કેમ થઈ ? આપણા સૈનિકોએ કેમ અને ક્યાં બલિદાન આપ્યું ?”
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget