શોધખોળ કરો
Advertisement
બંગાળમાં હિંસા વકરી, બીજેપીએ પોતાના કાર્યકર્તાઓની હત્યા મામલે બંધ પાળ્યુ
પશ્ચિમ બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓની હત્યાને લઇને રાજ્યમાં તંગદીલી ફેલાઇ છે. રાજ્યમાં બીજેપી, ટીએમસ અને પોલીસ વચ્ચે સતત ઘર્ષણના સમાચારો આવી રહ્યાં છે
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓની હત્યાને લઇને રાજ્યમાં તંગદીલી ફેલાઇ છે. રાજ્યમાં બીજેપી, ટીએમસ અને પોલીસ વચ્ચે સતત ઘર્ષણના સમાચારો આવી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં બીજેપીએ આજે આખા રાજ્યમાં બંધ પાળ્યુ છે, સાથે કાળો દિવસ મનાવ્યો છે. એટલું જ નહીં બીજેપીએ નોર્થ 24 પરગના જિલ્લાના બશીરહાટમાં બંધ પાળ્યુ છે. આ પહેલા કાલે બશીરહાટમાં બીજેપી કાર્યકર્તાઓના મૃતદેહોને પાર્ટી ઓફિસ લઇ જવાઇ રહેલા વાહનોને પોલીસે રોકી લીધા હતા. આ બાદ બીજેપીએ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
વિવાદ વધ્યા બાદ પાર્ટી કાર્યકર્તાઓના મૃતદેહોને લઇને બેસી ગઇ, અને કહ્યું કે, જો મૃતદેહોને લઇને પાર્ટી મુખ્યાલય નહીં જવા દેવાયા તો ત્યાં અંતિમ સંસ્કાર કરીશું.
ઉલ્લેખનીય છે કે, બશીરહાટમાં શનિવારે સાંજે બન્ને પાર્ટીઓના કાર્યકર્તાઓની વચ્ચે ઝંડો હટાવવાને લઇને વિવાદ થયો હતો. ત્યારબાદ બીજેપીના 3 અને ટીએમસીના 1 કાર્યકર્તાનું મોત થઇ ગયુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement