(Source: ECI/ABP News/ABP Majha)
NEET SS Exam 2021 : આ વર્ષ જૂની પેટર્ન મુજબ જ થશે એસએસની પરીક્ષા, સરકારે માંગ્યો 2 મહિનાનો સમય
કોર્ટે કેન્દ્રને પોતાની રીતે સુધાર કરીને નીટ સુપર સ્પેશિયાલિટી પરીક્ષા 2021માં કરવામાં આવેલા બદલાવને પરત લેવા માટે નિર્ણય કરવા કેન્દ્રને છેલ્લો મોકો આપ્યો હતો.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સરકાર નીટ એસએસ (સુપર સ્પેશિયલિટિ) પરીક્ષા જૂની પર્ટનથી કરવા માટે રાજી થઇ ગઇ છે. બુધવારે કોર્ટે સરકારને કહ્યું કે, આ વર્ષે નીટ એસએસ પરીક્ષા જૂની પેર્ટનથી જ આયોજીત કરાશે. જો કે આવતા વર્ષે (2022-23)થી આ એક્ઝામ નવી પેર્ટન મુજબ લેવાશે. ન્યાયમૂર્તિ ડી.વાઇ., વિક્રમનાથે વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય કર્યો છે. સરકારે જુની પર્ટનથી પરીક્ષા લેવા માટે 2 મહિનાનો સમય માગ્યો છે.
મંગળવારે કોર્ટે કેન્દ્રને પોતાની રીતે સુધાર કરીને નીટ સુપર સ્પેશિયાલિટી પરીક્ષા 2021માં કરવામાં આવેલા બદલાવને પરત લેવા માટે નિર્ણય કરવા કેન્દ્રને છેલ્લો મોકો આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, 27 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે નીટ એસએસ પરીક્ષામાં છેલ્લી સમયે પરીક્ષાની પેર્ટનમાં કરેલા ફેરફાર માટે સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે, સરકાર સત્તાના ખેલમાં વિદ્યાર્થીઓને ફૂલબોલ ન બનાવે, જસ્ટીસ ચંદ્રચૂડ અને જસ્ટીસ બીવી નાગરત્ના પીઠે કહ્યું કહ્યું હતું કે, જો કોર્ટ પરીક્ષાનાની બદલેલી પેર્ટનની સમર્થનની દલીલથી સંતુષ્ટ નહીં થાય તો જૂની પેર્ટનથી એક્ઝામ લેવાના જ આદેશ અપાશે. બુધવારે કોર્ટે સરકારને કહ્યું કે, આ વર્ષે નીટ એસએસ પરીક્ષા જૂની પેર્ટનથી જ આયોજીત કરાશે.
નોંધનીય છે કે 27 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે નીટ એસએસ પરીક્ષાના પેટર્નમાં અંતિમ સમયમાં ફેરફારને લઇને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. કોર્ટે ચેતવણી આપી હતી કે કેન્દ્ર સરકાર યુવા ડોક્ટરોને ફૂટબોલ ન બનાવે. જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ અને જસ્ટિવ બીવી નાગરત્નાની પીઠે કહ્યું હતું કે જો કોર્ટે પરીક્ષાની પેટર્નમા ફેરફારને લઇને આપવામાં આવેલી દલીલોથી સંતુષ્ઠ નહી થાય તો તેના વિરુદ્ધ આદેશ આપવામાં આવી શકે છે.
કોર્ટે 41 સ્નાતકોત્તર ડોક્ટરો તરફથી દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે કહ્યું કે તે યુવા ડોક્ટરોને કેટલાક અસંવેદનશીલ નોકરશાહોની દયા પર છોડી શકે નહીં. આ મામલો યુવા ડોક્ટરોના ભવિષ્ય માટે મહત્વનો છે.