શોધખોળ કરો
Advertisement
ભારત માતાના મહાન સપૂત હતા ડો. હેડગેવારઃ પ્રણવ મુખર્જી
નાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય પહોંચ્યા છે. જ્યાં સરસંઘચાલક મોહન ભાગવતે તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ મુખરજીએ સંઘના સંસ્થાપક કેશવ હેડગેવારને પુષ્પાંજલિ આપી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિઝિટર બુકમાં લખ્યું, 'મા ભારતીના મહાન સપૂત હતા કેશવ બલિરામ હેડગેવાર.' અબ્દુલ કલામ પછી પ્રણવ બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓએ નાગપુરમાં હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી છે. પ્રણવ મુખરજી RSSના તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારંભને સંબોધિત કરશે.
આ દરમિયાન લગભગ 700 સ્વંયસેવકો હાજર રહેશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આશરે 20 મિનિટ સુધી સંબોધન કરશે. બુધવારે સંઘના કાર્યકર્તાઓએ એરપોર્ટ પર પ્રણવ દાનું સ્વાગત કર્યું હતું પરંતુ એકપણ કોંગ્રેસના નેતા તેમને મળવા આવ્યા ન હતા. પ્રણવ દા અહીં 3 દિવસ સુધી સંઘના મહેમાન બનીને રહેશે.
RSSના કાર્યક્રમને સંબોધન કરતા પહેલા પ્રણવ મુખર્જીએ નાગપુરમાં હેડગવારના ઘરની મુલાકાત લીધી હતી. આજે સાંજે RSSના કાર્યક્રમમાં ભાગ લેશે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. સાંજે 6-30 કલાકે નાગપુરના રેશમ બાગમાં આયોજિત આરએસએસના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જી મોહન ભાગવત સાથે એક મંચ પર જોવા મળશે. બુધવારે નાગપુર પહોંચેલા પ્રણવ મુખર્જીનું આરએસએસના નેતાઓએ સ્વાગત કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement