શોધખોળ કરો

નીતીશ કુમારે કાલે બોલાવી JDUની બેઠક, પ્રશાંત કિશોરને આમંત્રણ નહી

બિહારમાં નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યૂનાઈટેડએ કાલે પાર્ટીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પર ચર્ચા થવાની શક્યતા છે.

પટના: બિહારમાં નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યૂનાઈટેડએ કાલે પાર્ટીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પર ચર્ચા થવાની શક્યતા છે. પાર્ટીની આ બેઠકમાં તમામ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. પાર્ટીએ અત્યાર સુધી જેડીયૂના નેતા પ્રશાંત કિશોરને આમંત્રણ નથી આપ્યું. બિહારના સૂચના અને જનસંપર્ક વિભાગના મંત્રી નીરજ કુમારે જણાવ્યું કે આ બેઠકમાં સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાનસ પરિષદ, સંગઠન પ્રભારી, જિલ્લા અધ્યક્ષ, વિધાનસભા પ્રભારીને બોલાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું આ બેઠકમાં નીતીશ કુમાર પણ સામેલ થશે. આ બેઠકમાં પ્રશાંત કિશોરને આમંત્રણ નથી આપવામાં આવ્યું. જેડીયૂના એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું આ બેઠકમાં પ્રશાંત કિશોર સામેલ નહી થાય. છેલ્લા ઘણા દિવસોથી પ્રશાંત કિશોરની ટીપ્પણીઓને લઈને પાર્ટી મુશ્કેલીનો સામનો કરી રહી છે. સૂત્રોની જાણકારી મુજબ નીતીશ કુમાર પણ પ્રશાંત કિશોરથી નારાજ છે. એવામાં પ્રશાંત કિશોરને હવે પાર્ટી બહારનો રસ્તો બતાવી શકે છે. પ્રશાંત કિશોરને દિલ્હી વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ સ્થાન નથી આપવામાં આવ્યું. પ્રશાંત કિશોર સીએએ અને એનઆરસીની વિરૂદ્ધમાં સતત નિવેદનો આપી રહ્યા છે. પ્રશાંત કિશોર અમિત શાહથી લઈને સુશિલ મોદી સુધીના નેતાઓને નિશાના પર લઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ

રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે

દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી

CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે

બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત

Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Embed widget