શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રીતિ રાઠી કેસ: એકતરફી પ્રેમી અંકુર પવારને કોર્ટે આપી મોતની સજા
નવી દિલ્લી: પ્રીતિ રાઠી એસિડ હુમલા મામલે દોષી અંકુર લાલ પંવારને વિશેષ મહિલા કોર્ટે ગુરુવારે મોતની સજા સંભળાવી છે. મંગળવારે વિશેષ ન્યાયાધીશ એએસ શેંદેએ પંવારને IPCની કલમ 302 (હત્યા) અને 326બી (જાણી જોઈને એસિડ ફેંકવુ)ના મતે દોષી ઠેરવ્યો હતો. લગભગ એક વર્ષની સૂનવણી દરમિયાન 37 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. સ્પેશિયલ પબ્લિક પ્રાસીક્યૂટર ઉજ્જવલ નિકમે દોષી પંવાર માટે ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.
દિલ્લીની રહેવાસી પ્રીતિ પર હોટલ મેનેજમેંટથી સ્નાતક થયેલી 25 વર્ષીય પંવારે મે 2013માં એસિડ ફેંક્યો હતો. 24 વર્ષીય રાઠી દિલ્લીથી પોતાના પિતાની સાથે મુંબઈ આવી હતી, કારણ કે તે નેવી હોસ્પિટલમાં નર્સના રૂપમાં નોકરી શરૂ કરી શકે. બાંદ્રા સ્ટેશન ઉપર જ કોઈએ તેનો ખભો પકડ્યો હતો. અને જેવું તેને પાછળ જોયું તો તેના પાછળ ઉભેલા પંવારે તેના ચહેરા ઉપર એસિડ ફેંક્યો હતો. તેના પછી પ્રીતિએ મહત્વપૂર્ણ અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા, અને તેનું મોત થયું હતું.
પોલીસના મતે પ્રીતિને રક્ષા મંત્રાલય તરફથી આઈએનએચએસ અશ્વિની હોસ્પિટલમાં નર્સની નોકરી મળી હતી, અને પંવારને પ્રીતિના સારા કરિયરના કારણે જલન હતી. આ જલનના કારણે તેને પ્રીતિ પર એસિડ ફેંક્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion