Presidential Election : આ રાજ્યમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો, જાણો વિગત
Presidential Election 2022 : રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસે સામસામે ક્રોસ વોટિંગના દાવા કર્યા હતા.
Presidential Election 2022 : દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે જે અંતર્ગત આજે 18 જુલાઈએ 15માં રાષ્ટ્રપતિ માટે વોટિંગ ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ક્રોસ વોટિંગનું રાજકારણ ગરમાયુ છે. ગઈકાલે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામસામે ક્રોસ વોટિંગના દાવા કરવામાં આવ્યાં હતા. અને આજે મતદાનના દિવસે આ અંગેના સમાચારો પણ સામે આવ્યા છે. સમાચાર એ છે કે દેશના એક મહત્વના રાજ્યમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યાના દાવા કરવામાં આવ્યાં છે.
આસામમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ - AIUDF
આસામમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ - AIUDFમાં ધારાસભ્ય કરીમ ઉદ્દીન બરભુઇયાએ દાવો કર્યો છે કે આસામમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યા છે. AIUDFના આ દાવાથી આસામના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
Assam | There was a Congress meeting y'day, it was attended by only 2-3 MLAs. Only District Pres were there. What was the need for a meeting in Assembly?...Clear that Congress is cross-voting, it may be 20+. You can see numbers on the day of result: Karimuddin Barbhuiya,AIUDF MLA pic.twitter.com/HGwShTrfc1
— ANI (@ANI) July 18, 2022
જાણો AIUDF વિષે
ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એ આસામમાં સક્રિય એક રાજકીય પક્ષ છે. તે આસામ વિધાનસભામાં BJP અને કોંગ્રેસ બાદ ત્રીજો સૌથી મોટો રાજકીય પક્ષ છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં AIUDFએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત યશવંત સિંહાને સમર્થન જાહેર કર્યું હતું. AIUDF 2021 સુધી કોંગ્રેસના UPA ગઠબંધનનો ભાગ હતું.
ગુજરાતમાં પણ થયું ક્રોસ વોટિંગ
રાષ્ટ્ર્રપતિ ચૂંટણીમાં મતદાન પહેલા ગઈકાલે ગુજરાતમાં પણ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગના દાવા કર્યા હતા. આજે મતદાનના દિવસે સમાચાર મળી રહ્યાં છે કે ગુજરાતમાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કરી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. NCP એ UPAનો ભાગ છે અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન જાહેર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આ પહેલા પણ ક્રોસ વોટિંગ કર્યું હતું. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો.