શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ગાંધીએ ભીમ આર્મીના ચંદ્રશેખર સાથે કરી મુલાકાત, ગઠબંધનની કરી શકે છે જાહેરાત
મેરઠઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે મેરઠની એક હોસ્પિટલમાં દાખલ ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકાની સાથે યૂપી પશ્ચિમના ચૂંટણી પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હતા. મુલાકાત બાદ ચંદ્રશેખર પણ કોંગ્રેસમાં સામેલ થાય અથવા ગઠબંધન કરે તેવી અટકળો થઈ રહી છે.
ભીમ આર્મીના અધ્યક્ષે કહ્યું કે, તેઓ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી સામે ઉતરશે. તેણે કહ્યું હતું કે, સંગઠનમાંથી કોઈ મજબૂત ઉમેદવાર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવશે અને ઉમેદવાર નહીં મળે તો હું ખુદ મોદી સામે ચૂંટણી લડીશ. લોકસભા ચૂંટણીમાં માયાવતીને પૂરો સપોર્ટ કરવામાં આવશે.Meerut: Congress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra meets Bhim Army chief Chandrashekhar who is undergoing treatment at a hospital. pic.twitter.com/e4QPUJolzW
— ANI UP (@ANINewsUP) March 13, 2019
ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરની પોલીસ મંગળવારે દેવબંદમાં ધરપકડ કરી હતી. તેના પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ છે. બાદમાં તેની તબિયત ખરાબ થતાં મેરઠ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. બુધવારે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોસ્પિટલમાં તેની સાથે મુલાકાત કરી હતી.Congress Gen Secy for UP (East) Priyanka Gandhi Vadra on meeting Bhim Army chief Chandrashekhar in Meerut: He is a young man who is struggling & raising his voice, but this govt is trying to suppress his voice. I am here because I like his energy&the way he raises voice for youth pic.twitter.com/Sykprk3MRy
— ANI UP (@ANINewsUP) March 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement