(Source: ECI/ABP News/ABP Majha)
પુડુચેરી વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસની વાપસી મુશ્કેલ,NDAને મળી શકે છે 18 સીટ, સર્વેનું તારણ
પાંચ રાજ્યોમાં થનાર ચૂંટણીમાં કોંગ્રેસની હાલત ખૂબ જ કંગાળ જોવા મળી રહી છે. ખાસ કરીને પુડુચેરીમાં સત્તાને ગુમાવ્યા બાદ ફરી તેની સત્તામાં વાપસી મુશ્કેલ જોવા મળી રહી છે. સર્વેનું શું તારણ છે જાણીએ..
પાંચ રાજ્યોમાં થનાર ચૂંટણીમાં કોંગ્રેસની હાલત ખૂબ જ કંગાળ જોવા મળી રહી છે. ખાસ કરીને પુડુચેરીમાં સત્તાને ગુમાવ્યા બાદ ફરી તેની સત્તામાં વાપસી મુશ્કેલ જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીને લઇને ટાઇમ્સ નાઉ અને સી વોટરે સર્વે કર્યો હતો. આ સર્વે મુજબ NDAએને 18 સીટ મળતી જોવા મળે છે. કોંગ્રેસ અને સહયોગી પક્ષોને 12 સીટ મળી શકે છે.
જાણો સર્વેનું તારણ
સર્વે અનુસાર યુપીએને .6 37..6 ટકા અને એનડીએને .5 44..5 ટકા મત મળવાની ધારણા છે. 17.9 ટકા અન્ય ઉમેદવારને મળી શકે છે.
2016ની ચૂંટણીમાં એનડીએને 30.5, યૂપીએને 36.5 ટકા વોટ મળ્યાં હતા. જો કે ઓપિનિયન પોલમાં 36 ટકા લોકોએ વી નારાયણસામીને ફરી પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ ગણાવી હતી. 21 ટકા લોકોએ નારાયણસામીના કાર્યશૈલીથી સંતુષ્ટી વ્યક્ત કરી હતી. જ્યારે 32 ટકા લોકોએ કોંગ્રેસ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. 23 ટકા લોકોએ કંઇજ ન હતા જણાવી શક્યાં.
સર્વમાં એઆઇએનઆરસીના એન રંગાસ્વામીને 42 લોકોએ સીએમ માટે શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો. કોંગ્રેસ અને ડીએમકેના ગઠબંધનવાળી સરકારની સત્તા ગત મહિને જ છીનવાઇ ગઇ. નારાયણસામી વિધાનસભામાં બહુમત સાબિત ન હતા કરી શક્યા. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ટેકો ખેંચી લેતા સરકાર અલ્પમતમાં આવી ગઇ હતી.