શોધખોળ કરો
Advertisement
છૂટાછેડા માટે બોયફ્રેન્ડ સાથે મળીને પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપીને નપુંસક બનાવવા માંગતી હતી પત્ની, આ રીતે ફૂટ્યો ભાંડો
સોફ્ટવેર એન્જિનિયર યુવક સુભાષ સરાલેના લગ્ન ચાલુ વર્ષે માર્ચ મહિનામાં જ થયા હતા.
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. માલવાડી પોલીસ સ્ટેશનમાં પતિ તેની પત્ની અને બોયફ્રેન્ડ સામે કેસ નોંધાવ્યો છે. પતિનો આરોપ છે કે તેની પત્ની છૂટાછેડા લેવા માંગતી હોવાથી પ્રાઇવેટ પાર્ટ કાપીને નપુસંક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
સોફ્ટવેર એન્જિનિયર યુવક સુભાષ સરાલેના લગ્ન ચાલુ વર્ષે માર્ચ મહિનામાં જ થયા હતા. તેની પત્ની સ્મિતલ સુરાલે મિકેનિકલ એન્જિનિયર છે. લગ્નના થોડા દિવસો બાદ દેશમાં લોકડાઉન લાગી ગયું હોવાથી તેઓ હનીમૂન પર નહોતા જઈ શક્યા. 18 ઓક્ટોબરે તેઓ મહાબળેશ્વર પહોંચ્યા અને એક હોટલમાં રોકાયા હતા. હોટલમાં પત્નીનો બોયફ્રેન્ડ કૌસ્તુભ અનિલ ગોગાટે પણ રોકાયો હતો. જોકે પતિને તેમના બંનેના સંબંધને લઈ કોઈ જાણકારી નહોતી. ત્રણેય જણાએ ખૂબ મસ્તી કરી હતી. પત્ની અને તેના બોયફ્રેન્ડએ મળીને પ્રાઇવેટ પાર્ટ કાપીને નપુસંક બનાવવાની યોજના બનાવી હતી.
હોટલમાં પત્નીના બોયફ્રેન્ડ કૌસ્તુભે જણાવ્યું કે તે પણ વારજે વિસ્તારમાં રહે છે. આ દરમિયાન લોકડાઉનમાં નોકરી જતી રહેવાના કારણે તેના ઘરમાં રહેવાની મજૂરી માંગી અને સુભાષે મિત્ર સમજીને મંજૂરી આપી પણ ખરી. મહાબળેશ્વરથી આવીને તેમની સાથે રહેવા લાગ્યો. આ દરમિયાન ચેતને કૌસ્તુભનો ફોન જોવા માંગ્યો. જેમાં પત્નીની કૌસ્તુભ સાથેની તસવીરો જોતાં જ હેરાન રહી ગયો હતો. ઉપરાંત મોબાઇલ મેસેજ વાંચીને દંગ રહી ગયો હતો. જે બાદ તેને બંને વચ્ચે અફેર હોવાની જાણ થઈ ગઈ હતી.
(પ્રતીકાત્મક તસવીર)
મેસેજમાં બંનેએ લખ્યું હતું કે, તેના પ્રાઇવેટ પાર્ટની નસ કાપીને નપુંસક બનાવી દેશે અને સ્મિતલ નપુંસકતાના આધારે તલાક લઈ લેશે. ગભરાઈને તે માતા-પિતા પાસે અમદાવાદ દોડી આવ્યો હતો. ઘરે પહોંચીને તેણે માતા-પિતાને તમામ હકીકત જણાવી. જે બાદ તેમણે પત્ની અને તેના બોયફ્રેન્ડ સામે એફઆઈઆર નોંધાવી હતી. પોલીસના કહેવા મુજબ સ્મિતલ અને કૌસ્તુભનું ઘણા સમયથી અફેર હતું પરંતુ બંનેની જ્ઞાતિ અલગ હોવાના કારણે લગ્ન થઈ શક્યા નહોતા.
દેશના કયા વિસ્તારોમાં 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન, અનલોક-5ની ગાઇડલાઇન્સ ક્યાં સુધી રહેશે અમલી, જાણો વિગત
કોરોનાના કેસ વધતા દેશમા આ જગ્યાએ આજથી એક અઠવાડિયાનું લાદવામાં આવ્યું લોકડાઉન, જાણો વિગતે
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આ ખેલાડીને સામેલ ન કરવા પર ભડક્યો હરભજન સિંહ, ટ્વિટ કરીને કહી આ મોટી વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement