શોધખોળ કરો

News: ભારતના આ પ્રસિદ્ધ મંદિરમાં જીન્સ-શૉર્ટ ડ્રેસ પર લાગ્યો પ્રતિબંધ, દર્શન કરવા માટે ધોતી પહેરવી પડશે, જાણો

નવા વર્ષના દિવસે લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે સમુદ્ર કિનારે આવેલા તીર્થધામ પુરીમાં મોટી સંખ્યામાં પહોંચે છે

Puri Shree Jagannath Temple Devotees: નવા વર્ષની શરૂઆત સાથે જ શ્રી જગન્નાથ મંદિરના કપાટ ખુલી ગયા છે. પ્રથમ દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પ્રશાસને સોમવાર (1 ડિસેમ્બર)થી પ્રવેશ કરવા ઈચ્છતા ભક્તો માટે ડ્રેસ કૉડ લાગુ કર્યો છે, એટલે કે ભક્તો માટે હવેથી ફરજિયાત ડ્રેસ કૉડ બનાવ્યો છે. નવા આદેશો અનુસાર 12મી સદીના આ મંદિરના પરિસરમાં ગુટખા અને પાનનું સેવન અને પ્લાસ્ટિક અને પૉલીથીનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના એક અધિકારીએ જણાવ્યું કે મંદિરમાં પ્રવેશવા માટે ભક્તોએ યોગ્ય કપડાં પહેરવા પડશે. હાફ પેન્ટ, શૉર્ટ્સ, ફાટેલી જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ ડ્રેસ પહેરીને મંદિરમાં આવતા ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ધોતી અને રૂમાલ પહેરીને દર્શન કરવા પહોંચ્યા પુરુષ ભક્તો 
નિયમોના અમલીકરણ સાથે, 2024 ના પ્રથમ દિવસે ભગવાનની પૂજા કરવા મંદિરમાં આવતા પુરૂષ ભક્તો ધોતી અને ટુવાલ પહેરીને જોવા મળ્યા હતા અને મહિલાઓ સાડી અથવા સલવાર કમીઝ પહેરેલી જોવા મળી હતી. પ્રથમ દિવસે જ ભગવાનના દર્શન કરવા ભક્તોની મોટી ભીડ ઉમટી પડી હતી.

પવિત્રતાને બનાવી રાખવા માટે લાગૂ કરવામાં આવ્યા કડક નિયમો 
શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) એ અગાઉ આને લગતો આદેશ જાહેર કર્યો હતો અને પોલીસને પણ પ્રતિબંધ લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું કે મંદિર પરિસરમાં ગુટખા અને પાન પર પ્રતિબંધ તેની પવિત્રતા જાળવવા માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે.

સુરક્ષા માટે કડક વ્યવસ્થા 
નવા વર્ષના દિવસે લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે સમુદ્ર કિનારે આવેલા તીર્થધામ પુરીમાં મોટી સંખ્યામાં પહોંચે છે. આને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વખતે પણ પોલીસ પ્રશાસન અને મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુરક્ષાને લઈને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

પુરી પોલીસ સમર્થ વર્માએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "(સોમવારે) બપોરે 12 વાગ્યા સુધી, 1,80,000 થી વધુ ભક્તોએ ભગવાન શ્રી જગન્નાથ ધામની મુલાકાત લીધી છે. દર્શનાર્થે આવેલા ભક્તોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. પોલીસ પ્રશાસન પણ વિકલાંગ ભક્તોના દર્શન માટે વિશેષ સુવિધા સુનિશ્ચિત કરી રહ્યું છે.

ભક્તોને બેસવા માટે તૈયાર છે એસી કેમ્પ
SJTA અને પોલીસે ભક્તોના સુચારૂ દર્શન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સોમવારે સવારથી જ ભક્તો માટે મંદિરની બહાર એસી કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યો છે. અહીં ભક્તોને બેસવાની સુવિધા મળશે. અહીં પીવાના પાણી અને જાહેર સુવિધાઓ વગેરેની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવશે. દરેક નાની-મોટી ગતિવિધિઓ પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. વળી, જાહેર જાહેરાત સિસ્ટમ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગયા વર્ષની સરખામણીમાં બેગણી સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ધાળુ 
સેન્ટ્રલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આશિષ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, “ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રથમ દિવસે મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા બમણી નોંધાઈ છે. મંદિરમાં દર્શનની સુવિધા સવારે 1.40 કલાકે શરૂ કરવામાં આવી હતી જે સતત ચાલુ છે. ભગવાનને લગતી ધાર્મિક વિધિઓનું આયોજન કરવા માટે થોડા સમય માટે દર્શન બંધ કરવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Embed widget