કોવેક્સિનની રસી ક્વોલિટી ટેસ્ટમાં થઇ ફેઇલ, પહેલો જથ્થો થયો બિનઉપયોગી, જાણો શું છે મામલો
ભારતની બાયોટેક બંગાલુરૂ પ્લાન્ટમાં કેટલીક મુશ્કેલી ઉભી થતાં વેક્સિનના પ્રોડકશનમાં વિલંબ થઇ રહ્યો છે. પ્રોડકશનનો પહેલો જથ્થો ક્વોલિટી ટેસ્ટમાં થયો ફેઇલ
![કોવેક્સિનની રસી ક્વોલિટી ટેસ્ટમાં થઇ ફેઇલ, પહેલો જથ્થો થયો બિનઉપયોગી, જાણો શું છે મામલો Quality concerns delayed Covaxin supply, says top govt advisor કોવેક્સિનની રસી ક્વોલિટી ટેસ્ટમાં થઇ ફેઇલ, પહેલો જથ્થો થયો બિનઉપયોગી, જાણો શું છે મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/03/73bed6c05c6d2adf21fcd4fc74269635_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
એક બાજુ કોરોનાની સંભવિત થર્ડ વેવને લઇને કોરોના વેક્સિનેશનમાં તેજી લાવવવાની કવાયત ચાલું છે તો બીજી તરફ તરફ ભારતની બાયોટેક બંગાલુરૂ પ્લાન્ટમાં કેટલીક મુશ્કેલી ઉભી થતાં વેક્સિનના પ્રોડકશનમાં વિલંબ થઇ રહ્યો છે. એએનઆઇ સાથે વાત કરતા કોવિડ વર્કિગ ગ્રૂપના ચીફ ડોક્ટર એન કે અરોડાએ જણાવ્યું કે, બંગાલુરૂ પ્લાન્ટમાં તૈયાર થયેલા કોવેક્સિનના શરૂઆતના બેંચના પરિણામ સારા નથી રહ્યાં. તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં થયેલી કોવેક્સિની ક્વોલિટી અને રિઝલ્ટ બંને નબળા હતા. જેના જોતા સમગ્ર બેંચના જથ્થો બિનઉપયોગી સાબિત થયો છે.
જો કે તેમણે સ્પષ્ટતા કરી છે કે પ્લાન્ટમાં આવી રહેલી મુશ્કેલીને દૂર કરી દેવાઇ છે. નોંધનિય છે કે, ભારત બાયોટેક તાજેતરમાં જ બાયોટેકના બેંગાલુરૂ પ્લાન્ટમાં કોવેક્સિનનું પ્રોડકશન શરૂ કર્યું છે.જો કે આ મામલે નિષ્ણાતનો કહેવું છે કે આ એક સામાન્ય ઘટના છે, ઘણી વખત દવા અને રસીસ્ટેબિલિટી ટેસ્ટમાં ગુણવત્તા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે.
રસીકરણના અભિયાનની ગતિ પડી ધીમી
કોવિડ વેક્સિનનેશનમાં સ્પીડ લાવવા માટે બેંગલુરૂ પ્લાન્ટમાં કોવેક્સિનનું પ્રોડકશન શરૂ કરાયું હતું. જો કે શરૂઆતના બેચમાં ગુણવતતા ટેસ્ટમાં વેક્સિન નિષ્ફળ જતાં હવે પ્રોડકશનનું કામ ખોરંભાયું છે જેની અસર વેક્સિનેશન પર પણ પડી શકે છે.
કેટલા ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 47 કરોડ 85 લાખ 44 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 61 લાખ 9 હજાર 587 લોકોનું રસીકરણ કરાયું હતું. દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં છ દિવસ બાદ કોરોનાના કેસ ઘટ્યા છે. આ પહેલા છેલ્લા છ દિવસમાં બે લાખ 40 હજારથી વધારે કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 30549 નવા કેસ નોંધાયા હતા અને 38,887 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 422 લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસમાં 8760નો ઘટાડો થયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)