શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસ MLA અદિતિ સિંહ આ ધારાસભ્ય સાથે કરશે લગ્ન? કઈ તારીખે કઈ જગ્યાએ લગ્નગ્રંથીથી જોડાશે? જાણો વિગત
અદિતિ સિંહના લગ્ન પંજાબનાં કોંગ્રેસ ધારાસભ્ય અંગદ સૈની સાથે નક્કી કરવામાં આવ્યા છે. સમારંભ માટે આમંત્રિતોને લગ્નનાં કાર્ડ વહેંચવાનું શરૂ કરી દીધું છે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશનાં રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહ જલદી લગ્નગ્રંથીથી જોડાશે. અદિતિ સિંહના લગ્ન પંજાબનાં કોંગ્રેસ ધારાસભ્ય અંગદ સૈની સાથે નક્કી કરવામાં આવ્યા છે. અદિતિ દિલ્હીમાં 21 નવેમ્બરે અંગદ સૈની સાથે પ્રભુતાનાં પગલાં માંડશે. રિસેપ્શન દિલ્હીમાં 23 નવેમ્બરનાં રાખવામાં આવ્યું છે.
અદિતિએ સોશિયલ મીડિયાની વાતચીતમાં પોતાના લગ્નની વાતની પુષ્ટિ કરી છે. અદિતિએ એ પણ કહ્યું હતું કે, આ લગ્ન તેના પિતાએ નક્કી કર્યાં હતા. પરિવારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, સમારંભ માટે આમંત્રિતોને લગ્નનાં કાર્ડ વહેંચવાનું શરૂ કરી દીધું છે.
અંગદ અને અદિતિ વર્ષ 2017માં ધારાસભ્ય બન્યા હતા અને બંને રાજકીય પરિવારમાંથી આવે છે. અંગદ સિંહે લગ્નની વાતનો સ્વીકાર કર્યો છે. અંગદ સિંહ 2017માં રાજનીતિમાં એન્ટ્રી કરી હતી અને શહીદ ભગત સિંહ નગરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતાં. ધારાસભ્ય અંગદ સિંહ સ્વર્ગીય દિલબાગ સિંહનાં પરિવારમાંથી આવે છે. દિલબાગ સિંહ નવાંશહર સીટથી 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement