શોધખોળ કરો
Advertisement
ચીન સાથેના સીમા વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું- 'UPAની સરકાર હોત તો ચીનને 15 મિનીટમાં ભગાડી દેતા'
રાહુલ ગાંધીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડેહાથે લીધા હતા. તેમને કહ્યું કે, જો યુપીએ સત્તામાં હોતી તો પાડોશી દેશને આપણા દેશ તરફ આંખો ઉંચી કરવાની હિંમત ના થતી
નવી દિલ્હીઃ ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર રાહુલ ગાંધીએ મોટુ નિવેદન આપ્યુ છે. રાહુલ ગાંધીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડેહાથે લીધા હતા. તેમને કહ્યું કે, જો યુપીએ સત્તામાં હોતી તો પાડોશી દેશને આપણા દેશ તરફ આંખો ઉંચી કરવાની હિંમત ના થતી.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, ચીન આપણા દેશમાં ઘૂસીને આપણા સૈનિકોને મારવાની હિંમત એટલા માટે કરે છે કેમકે મોદીએ દેશને કમજોર બનાવી દીધો છે. પૂર્વી લદ્દાખમાં લગભગ પાંચ મહિનાથી તણાવ ચાલી રહ્યો છે, તેના પર રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું- યુપીએ સરકારના શાસન કાળમાં ચીનની આપણા દેશની સીમમાં ઘૂસવાની હિંમત ન હતી થતી. જો યુપીએ સરકાર સત્તામાં હોતી તો અમે ચીનને ત્યાંથી ક્યારનુયે ભગાડી દીધુ હોત, 15 મિનીટ પણ ના થતી.
રાહુલ ગાંધીએ આ નિવેદન ખેતી બચાવો યાત્રા અંતર્ગત હરિયાણાના પિહોવા, જે અંતિમ પડાવ છે ત્યાં પહોંચીને આપ્યુ હતુ. રાહુલ ગાંધીએ અહીં એક મોટી જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. તેમને કહ્યું મોદી સરકારની નીતિઓ ગરીબો, ખેડૂતો અને મજૂરોના હિત માટે નથી બની. રાહુલે જનસભાને સંબોધતા ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા તણાવને લઇને પણ મોદી સરકાર પર હુમલો કર્યો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion