શોધખોળ કરો
રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, સેનિકો સાથે ના થાય અન્યાય

નવી દિલ્લીઃ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખી અને કહ્યું છે કે, સેનિકોને વળતર અને યુદ્ધ દરમિયાન વિક્લાંગ થયેલા જવાનોને પેંશન આપવા માટે આપવામાં આવે. ભૂતપૂર્વ સેનિકોને સંતુષ્ટ કરવા માટે OROP ને સારી રીતે લાગુ કરવું જોઇએ. તેમજ 7 માં પગાર પંચની વિસંગતતા જલ્દી દૂર કરવા પણ તેમણે જણઆવ્યું હતું. કૉંગ્રસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખીને 'વન રેંક વન પેંશન' સાચી રીતે લગુ કરવાની અપિલ કરી હતી. રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું હતું કે, આપણા જવાન દરરોજ આપણા દેશની રક્ષા માટે પોતાના જીવને જોખમમાં મુકે છે. આપણું કર્તવ્ય છે કે, આપણે તેમને વિશ્વાસ અપાવી કે, સમગ્ર દેશ તેમાના પરિવાર અને તેમની સાથે છે. રાહુલ ગાંધીએ PM ને લખ્યું છે કે, હું તમારું ધ્યાન મીડિયાના એ અહેવાલ તરફ દોરવવા માંગુ છું કે, જે ગયા અઠવાડીયાથી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ સામે આવ્યું છે. મને લાગે છે કે, આ બધુ આપણા જવાનોના મનોબળ પર પ્રતિકુળ પ્રભાવ પાડી શકે છે. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, આપણા જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાદના થોડા દિવસોમાં જ વિક્લાંગતા પેંશનમાં પરિવર્તન કરી ઓછુ કરવામાં આવ્યું હતું. જો કે, યુદ્ધ દરમિયાન કે, આતંકવાદી સામેના ટકરાવમાં જવાનો વિકંલાંગ બની જતા હોય છે. માટે વિક્લાંગ થવા પર પેન્શન ઓછું થઇ જાય છે. જવાનોને સાતમાં પગાર પંચની ભલામણોથી દૂર રાખવામાં આવી રહ્યા છે. 18 ઓક્ટોબરના આદેશમાં રક્ષા અધિકારીઓના સ્ટેટસમાં કમી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કમી તેમના સમકક્ષ સિવિલ સેવા અધિકારીઓની સખામણીમાં કરવામાં આવી છે.
વધુ વાંચો





















