Railway: ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઇપણ સમસ્યા નડે તો.... હવે આ એપથી મળશે તાત્કાલિક મદદ, જાણો......
જે લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે, તે લોકો આ સમસ્યાઓને ટ્વીટરના માધ્યમથી ભારતીય રેલવેના અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચાડવાની કોશિશ કરે છે
Indian Railway: ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો લોકો યાત્રા કરે છે, આ સફર દરમિયાન તેને ખુબ પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે, પરંતુ આ પરેશાનીઓમાંથી બહાર આવવા માટે આપણે ફરિયાદ નોંધાવવી પડે છે, જોકે, તેમ છતાં આનાથી છૂટકારો નથી મળી શકતો. ખાસ કરીને જે લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે, તે લોકો આ સમસ્યાઓને ટ્વીટરના માધ્યમથી ભારતીય રેલવેના અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચાડવાની કોશિશ કરે છે. જોકે, તેની અસર પણ ખાસ એવી રહેતી નથી. એટલા માટે આજે અમે તમે એક એવી એપ વિશે બતાવી રહ્યાં છીએ, જે ખુદ ભારત સરકારના રેલવે મંત્રાલયે બહાર પાડી છે, અને આના માધ્યમથી તમે ટ્રેન સંબંધિત કોઇપણ ફરિયાદને નોંધાવી શકો છો.
શું છે આ એપનું નામ -
મિનિસ્ટ્રી ઓફ રેલવેએ થોડાક સમય પહેલા ટ્વીટરના માધ્યમથી એક એપ લૉન્ચ કરી હતી, જેનુ નામ છે રેલમદદ (RailMadad). આ એપને લૉન્ચ કરતી વખતે રેલવે મંત્રાલયે કહ્યું હતુ કે, તમે ટ્રેન સંબંધિત કોઇપણ પ્રકારના સવાલો અને ફરિયાદોનો હલ અહીં મેળવી શકશો. આ એપ ટ્રેનથી મુસાફરી કરનારાઓ માટે કોઇ રામબાણથી કમ નથી. જો આ તમારા ફોનમાં ઇન્સ્ટૉલ છે, તો તમે ટ્રેનની અંદર નડનારી તમારી તમામ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જાણો શું છે આ એપ, ને કઇ રીતે સમસ્યાઓનું મળી શકે છે સમાધાન.....
રેલમદદ એપમાં આ મળશે સુવિધાઓ.....
રેલમદદ એપ દ્વારા તમે ટ્રેનની અંદર કોઇપણ સમયે મેડિકલ અને સિક્યૉરિટી સંબંધિત મદદ મેળવી શકો છો. જો તમે ટ્રેનમાં સફર કરી રહ્યાં છો, અને તમારી તબિયત ખરાબ થઇ જાય છે, કે પછી તમારી સાથે સુરક્ષા સંબંધી કોઇ સમસ્યા આવે છે, તો તમે આ એપના માધ્યમથી તરત જ મદદ લઇ શકો છો. આ એપ દ્વારા દિવ્યાંગ લોકો અને મહિલાઓ માટે કેટલીય વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. આની સાથે જ ટ્રેનની અંદર કોઇપણ પ્રકારની સમસ્યા જો તમને નડી રહી છે, તો તમે આ એપના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકો છો. રેલવે સ્ટેશન કે કોઇ રેલવેકર્મી સાથે પણ જોડાયેલી કોઇ સમસ્યા તમને છે, તો તમે આ એપ દ્વારા પોતાની ફરિયાદ તરત જ નોંધાવી શકો છો.
સ્માર્ટફોન ના હોય તો શું કરશો -
દેશમાં હજુ પણ એવા કેટલાય લોકો છે, જેની પાસે સ્માર્ટફોન નથી. ઘણીવાર સ્માર્ટફોન હોય છે, પરંતુ ટ્રેન જે લૉકેશન પર હોય છે, ત્યાં ઇન્ટરનેટ બરાબર નથી આવતુ, તો સવાલ ઉઠે છે, કે જ્યારે ઇન્ટરનેટ ના હોય કે સ્માર્ટફોન ના હોય તે સ્થિતિમાં તમે તમારી ફરિયાદ કઇ રીતે નોંધાવશો. જો તમે આ પ્રકારની કોઇ સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છો, તો તમારા માટે ભારતીય રેલવેએ એક હેલ્પ લાઇન નંબર 139 જાહેર કર્યો છે, તેમે આ નંબર પર ફોન કરીને કોઇપણ સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. પછી ભલે તે ખાવા સંબંધિત હોય, ટ્રેનમાં સાફ સફાઇની સમસ્યા હોય, મેડિકલ ઇમર્જન્સીની સમસ્યા હોય, કે પછી સિક્યૉરિટી સંબંધિત કોઇ ફરિયાદ હોય.... તમે આ આ નંબર પર ફોન કરીને પોતાની તમામ ફરિયાદોનો હલ મેળવી શકો છો.