(Source: ECI/ABP News/ABP Majha)
Railway Recruitment 2021: સ્ટેશન માસ્તરના 38 પદ માટે નીકળી ભરતી, જાણો અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ
આ પદ માટે પસંદગી પ્રક્રિયામાં સૌથી પહેલા ઉમેદવારે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ પાસ કરવો પડશે. જે પાસ કર્યા બાદ ઉમેદવારોને એપ્ટીટ્યૂડ ટેસ્ટ માટે બોલાવાશે.
પશ્ચિમ મધ્ય રેલવેએ સ્ટેશન માસ્તરના 38 પદ માટે અરજી મંગાવી છે. આ રિક્રૂટમેંટ જીડીસીઈ ક્વોટામાંથી નીકાળવામાં આવી છે અને આ પદો માટે પશ્ચિમ મધ્ય રેલવેના કર્મચારી જ એપ્લાઇ કરી શકે છે. કુલ 38 પોસ્ટમાં 18 પદ જનરલ કેટેગરી માટે છે. જ્યારે 5 પોસ્ટ એસસી, 3 એસટી તથા 12 પદ ઓબીસી વર્ગ માટે છે. પદ પર ભરતી જનરલ ડિપાર્ટમેંટ કંપીટીટિવ એક્ઝામિનેશન (GDCE)ને ક્લોવિફાય કર્યા બાદ કરાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2021 છે.
એલિજિબિલિટી ક્રાઈટેરિયા
એજ્યુકેશનલ ક્વોલિફિકેશનઃ અરજી કરતા ઈચ્છતા ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.
પગાર ધોરણઃ લેવલ 6 અનુસાર સિલેક્ટ થયેલા ઉમેદવારને વેતન અપાશે.
સિલેક્શન પ્રોસેસઃ આ પદ માટે પસંદગી પ્રક્રિયામાં સૌથી પહેલા ઉમેદવારે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ પાસ કરવો પડશે. જે પાસ કર્યા બાદ ઉમેદવારોને એપ્ટીટ્યૂડ ટેસ્ટ માટે બોલાવાશે. સીબીટી કે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટમાં ખોટો જવાબ આપવાથી નેગેટિવ માર્કિંગ અંતર્ગત એક તૃતીયાંશ માર્ક્સ કાપી લેવાશે, એપ્ટીટ્યૂડ ટેસ્ટમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર આરઆરસીની સત્તાવાર વેબસાઇટ www.wcr.indianrailways.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે અરજી માટે આરપીએફ કે આરપીએસએફના કર્મચારી એલિજિબલ નથી.
RRR NTPC Recruitment 2021 જાણો કેવી રીતે કરશો અરજી
- સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in પર જાવ.
- જીડીસીઈ 2021 નોટિફિકેશન પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી પર ક્લિક કરો
- હવે અરજીપત્ર ભરો
- ડિટેલ્સ સબમિટ કરો.
લેટેસ્ટ અપડેટ અને વધારે જાણકારી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર સામે આવ્યા છે, જે જાણીને તમે ખુશ થઈ જશે. હવે સુરતને UPSC સેન્ટર મળશે. સપ્ટેમ્બરમાં પરીક્ષા યોજાશે. ગુજરાતમાં UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા ૧૧ લાખ ઉપર પહોંચી છે. અમદાવાદ અને રાજકોટ બાદ સુરતમાં પણ UPSCના ઉમેદવારો વધ્યા છે. UPSCના ઉમેદવારોની સંખ્યા ૫ લાખ હતી, જે ૨૦૧૮માં ૧૧ લાખ સુધી પહોંચી. સિવિલ સર્વિસીસમાં જોડાઈને સેવા કરવાનું સ્વપ્ન લાખો ઉમેદવારોનું પૂરું થાય તે હેતુસર સુરતને પરીક્ષા સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે.