(Source: ECI/ABP News/ABP Majha)
Old Pension Scheme: રાજસ્થાન સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાનો લીધો નિર્ણય, ગુજરાતમાં પણ ઉઠી માંગ
રાજસ્થાન સરકારે બજેટ રજૂ કર્યું. જેમાં જૂની પેંશન યોજના ફરીથી લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
જયપુરઃ રાજસ્થાન સરકારે બજેટ રજૂ કર્યું. જેમાં જૂની પેંશન યોજના ફરીથી લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. પહેલી જાન્યૂઆરી, 2004ના રોજ અને તે પછી નિયુક્ત થયેલા કર્મચારીઓ માટે પહેલાની જેમ જ પેંશનની જાહેરાત કરવામાં આવી છે. આગામી વર્ષ પૂર્વે જૂની પેંશન યોજના લાગૂ થશે. તો આ તરફ રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ જૂની પેંશન યોજના લાગૂ કરવાની માંગ ઉઠી છે. ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને ટ્વીટ કરી અપીલ કરી કે, રાજસ્થાનની જેમ ગુજરાત સરકારે પણ આ વખતે ના બજેટમાં જૂની પેન્શન યોજના લાગુ કરીને ગુજરાતના લાખો કર્મચારીઓ અને એમના પરીવારોને ભેટ આપવી જોઈએ.
જૂની પેંશન યોજના લાગૂ કરાવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ મેદાને ઉતર્યું છે. જૂની પેંશન યોજના શરૂ કરવા તેઓ રાજ્ય સરકારને રજૂઆત કરશે. જૂની પેંશન યોજનાની વાત કરીએ તો 2004 પહેલા જેઓ સરકારી નોકરીમાં જોડાયા હતા તેઓ નિવૃત્તિ પછી નિર્ધારિત પેંશન મળતું હતું. આ પેંશન તેમની સેવા પર આધારિત ન હતું પરંતુ નિવૃત્તિ સમયે કર્મચારીના પગાર પર આધારિત હતું. આ યોજના હેઠળ નિવૃત કર્મચારીના મૃત્યુ બાદ તેમના પરિવારના સભ્યોને પણ પેંશનની સુવિધાનો લાભ મળે છે.
તો નવી પેંશન યોજના હેઠળ બેઝીક પગાર અને મોંઘવારી ભથ્થાની 10 ટકા રકમ પગારમાંથી કાપી વિવિધ પેંશન આધારિત ફંડમાં રોકાણ કરવામાં આવે છે. કર્મચારીની નિવૃતિ બાદ તમામ રકમ તથા રકમ પર મળતું રિટર્ન ઉમેરી કર્મચારીઓને પેંશન અપાય છે. કર્મચારી સંગઠનનું માનવું છે કે, નવી પેંશન યોજના કરતા જુની પેંશન યોજના કર્મચારીઓ માટે હિતકારી છે.
Gujarat Govt. Scheme: ગુજરાત સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ખાસ યોજના, તમામ માહિતી મળશે આંગળીના ટેરવે
SC on Offline Exam: ઓફલાઇન થશે CBSE-ICSEની ધો. 10 અને 12ની પરીક્ષા, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું