શોધખોળ કરો
Advertisement
રાજસ્થાન: ગેહલોત સરકારની ખેલાડીઓને પ્રોત્સાહન આપવા નવી યોજના, ‘મેડલ જીતો, નોકરી મેળવો’
રાજસ્થાનના રમત ગમત મંત્રી અશોક ચાંદનાએ જણાવ્યું કે, સ્કૂલ અને કૉલેજ સ્તરના ખેલાડીઓને મેડલ જીતવા પર સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.
જયપુર: રમત અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા રાજસ્થાન સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે. સ્કૂલ અને કૉલેજ સ્તરના ખેલાડીઓને મેડલ જીતવા પર સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. રાજસ્થાન આવી યોજના લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.
રાજસ્થાનના રમત ગમત મંત્રી અશોક ચાંદનાએ આ યોજના વિશે જણાવ્યું કે, સ્કૂલ અને કૉલેજ લેવલની રમતમાં મેડલ લાવનાર ખેલાડીઓને સરકારી નોકરી આપવા માટે રાજસ્થાન સરકાર પોતાના સેવા નિયમો ફેરફાર કર્યા છે.
સામાન્ય ખેલાડીઓ સિવાય દિવ્યાંગ ખેલાડીઓ પણ આ પ્રકારની સરકારી નોકરી મેળવી શકશે. કબડ્ડીની રમતમાં રાષ્ટ્રીય સ્તરે મેડલ જીતી ચુકેલા કેટલાક ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે. તેઓને સરકારી નોકરીનો લાભ અપાશે.
ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારનું પગલુ ઉઠાવીને રાજસ્થાન સરકાર આ વર્ષે અલગ અલગ વિભાગોમાં લગભગ પંદરસો ખેલાડીઓને સરકારી નોકરીનો લાભ આપશે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે ‘સ્કૂલમાં રાષ્ટ્રીય મેડલ જીતો, રાજસ્થાનમાં નોકરી મેળવો’.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
સુરત
Advertisement