શોધખોળ કરો
રાજનાથે કહ્યું- ‘દેશનું માથુ ઝૂકવા દઈશું નહીં, શહીદના ભાઈએ માથાને બદલે માથાની કરી માંગ’

નવી દિલ્લી: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગ પર ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, હું દેશને ભરોસો આપી રહ્યો છું કે આપણી સેના અને જવાન પાકિસ્તાનને કરારો જવાબ આપી રહી છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારતનું માથું ઝૂકવા દઈશું નહીં, સેનાના જવાનો પર ભરોસો રાખો. ગૃહમંત્રીએ કહ્યું કે આજે દેશ દિવાળી મનાવી રહ્યો છે કારણ કે આપણા જવાનો સીમા પર દેશની રક્ષા કરી રહ્યા છે. શુક્રવારે રાત્રે એલઓસી પર કુપવાડાના માછિલ સેક્ટરમાં આતંકીઓ સાથેના સંઘર્ષમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. સેનાના મતે પાકિસ્તાન તરફથી ભાગવા પહેલા એક આતંકવાદીએ બર્બતાની તમામ હદો પાર કરતા એક શહીદ મનદીપનું માથુ ઘડથી અલગ કરી દીધું હતું. શહીદના ભાઈએ કહ્યુ કે માથાના બદલે માથુ જોઈએ, જ્યારે કેંદ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ કહ્યું કે પાકિસ્તાનને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. આતંકવાદ ભસ્માસુર છે. જે તેમના લોકોને ભક્ષી જશે. જે તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. તે જ લોકો તેમને ભક્ષી જશે. કોંગ્રેસના સંદીપ દીક્ષિતે કહ્યું કે બૉર્ડરની પરિસ્થિતિ પાછળ પાકિસ્તાની સેનાનો હાથ છે. જવાનોના અંગ ભંગ કરવા નિંદાને પાત્ર છે. ભારતે આ મુદ્દાને અંતરરાષ્ટ્રીય ફોરમમાં ઉઠાવવો જોઈએ.
વધુ વાંચો





















