શોધખોળ કરો
Advertisement
સંસદમાં હોબાળો: રાજનાથ સિંહે કહ્યું- ટ્રંપ સાથે PM મોદીની કાશ્મીર મુદ્દે નથી કોઈ વાતચીત, કૉંગ્રેસે કર્યું વોકઆઉટ
કાશ્મીર મુદ્દે ભારત કોઈ પણ સ્થિતિમાં ત્રીજા પક્ષની દખલ ઈચ્છતું નથી. પરંતુ ટ્રંપના આ નિવેદનથી ભારતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષ પાર્ટીઓએ સંસદમાં હોબાળો મચાવ્યો હતો અને વડાપ્રધાન મોદી પાસે આ મામલે સ્પષ્ટતાની માંગ કરી રહી છે.
નવી દિલ્હીં: કાશ્મીર પર અમેરિકાના રાષ્ટ્ર્પતિના મધ્યસ્થતાવાળા નિવેદન પર લોકસભામાં આજે પણ જોરદાર હોબાળો થયો હતો. વિદેશમંત્રી એસ જયશંકરના નિવેદન બાદ પણ કૉંગ્રેસ સહિત આખો વિપક્ષે વડાપ્રધાન મોદી પાસે સ્પષ્ટતાની માંગ કરી રહ્યાં છે. તેની વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે નિવેદ આપતા કહ્યું કે જૂન મહિનામાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રંપ વચ્ચે વાતચીત થઈ હતી પરંતુ કાશ્મીર મુદ્દે કોઈ ચર્ચા નહતી થઈ. એવામાં પાકિસ્તાનની વાતચીતમાં મધ્યસ્થાનો સવાલ જ ઊભો થતો નથી. રાજસ્થાન સિંહના જવાબ બાદ કૉંગ્રેસે સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું.
રાજનાથસિંહે કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાતચીત થતી તો કાશ્મીર પર જ નહીં પણ પાક અધિકૃત કાશ્મીર પર પણ થતી. તેઓએ કહ્યું વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રંપ સાથે વાતચીત થઈ હતી. આ મામલે વિદેશ મંત્રીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે કાશ્મીર મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી. હું માનું છું કે આનાથી પ્રમાણિત નિવેદન બીજા કોઈનું હોઈ શકે નહીં કારણ કે જ્યારે પીએમ મોદી અને ટ્રંપ વચ્ચે વાતચીત થઈ રહી હત્યારે જયશંકર પણ ત્યાં હાજર હતા.
રાજનાથસિંહે વધુમાં કહ્યું “કાશ્મીર મુદ્દા પર અમે કોઈની પણ મધ્યસ્થતા સ્વીકાર નહીં કરીએ કારણ કે આ આપણા રાષ્ટ્રીય સ્વાભિમાનનો વિષય છે. અમે દરેક વસ્તુ સાથે સમજૂતી કરી શકીએ પરંતુ રાષ્ટ્રીય સ્વાધીનતા સાથે નહીં. હું પણ સ્પષ્ટ કરવા માંગું છે કે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્ર કાશ્મીર પર જ નહીં પણ પીઓકે પર પણ થશે.” કાશ્મીર મુદ્દે ટ્રંપના જૂઠ પર ભારતની પ્રતિક્રિયા બાદ ઈમરાન ખાને કહ્યું - હું હેરાન છું ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રંપે ઇમરાન ખાનની ઉપસ્થિતિમાં કહ્યું હતું કે કાશ્મીર મામલે મારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત થઈ હતી. અને તેઓએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થાની વાત પણ કરી હતી. ટ્રંપે વધુમાં કહ્યું હતું કે આ મામલે મને મધ્યસ્થતા કરવાની ખુશી થશે.Defence Minister Rajnath Singh in Lok Sabha: As S Jaishankar ji (External Affairs Minister) said Kashmir issue was not discussed in President Trump & PM Modi meeting. There is no question of mediation in Kashmir issue as it will be against the Shimla agreement. pic.twitter.com/pdopP9P98U
— ANI (@ANI) July 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement