શોધખોળ કરો
Advertisement
રાજ્યસભામાં RTI સંશોધન બિલ પાસ, વિરોધમાં કોગ્રેસનું વોકઆઉટ
બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ મતદાન બાદ ફગાવી દેવામાં આવ્યો છે. હવે આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવશે નહી.
નવી દિલ્હીઃ રાજ્યસભામાંથી માહિતીના અધિકાર સંશોધન બિલ ધ્વનિમતથી પાસ થઇ ગયું છે. આ બિલ લોકસભામાંથી પાસ થઇ ચૂક્યું છે. સંસદમાં હવે ખાસ નોંધ સાથે સાંસદો પોતાના મુદ્દા ઉઠાવી રહ્યા છે. રાજ્યસભામાં કોગ્રેસે આ બિલના વિરોધમાં વોકઆઉટ કર્યું હતું. બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ મતદાન બાદ ફગાવી દેવામાં આવ્યો છે. હવે આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવશે નહી.
રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે, અમને અધ્યક્ષની પારદર્શિતા પર વિશ્વાસ છે પરંતુ આ કઇ રીતે 303 બેઠકો લાવે છે તેનું ઉદાહરણ આજે સંસદમાં જોવા મળ્યું છે. આવી જ રીતે ભાજપ 303 બેઠકો લાવે છે. સંસદની અંદર મંત્રી દખલગીરી આપી રહ્યા છે અને સાંસદોને પ્રભાવિત કરી રહ્યા છે. સત્તાધારી પક્ષના લોકો સાઇન કરાવીને મત પોતાના પક્ષમાં લઇ રહ્યા છે. ભાજપ લોકતંત્રને ખત્મ કરી રહી છે અને અમારી પાર્ટી વોકઆઉટ કરશે. નોંધનીય છે કે રાજ્યસભામાં મતદાન દરમિયાન ટીડીપીથી ભાજપમાં આવેલા સીએમ રમેશ પોતાની બેઠકથી ઉભા થઇને સાંસદોને મળવા પહોંચ્યા હતા જેના પર વિપક્ષી સાંસદો અને ઉપસભાપતિએ વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક સાંસદોએ સીએમ રમેશને ઘેરી લીધા હતા. આ દરમિયાન સંસદમા ધક્કામુક્કીના દશ્યો સર્જાયા હતા.The Right to Information (Amendment) Bill, 2019 passed by Rajya Sabha. pic.twitter.com/OW0oF3gqQ0
— ANI (@ANI) July 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement