શોધખોળ કરો

અયોધ્યા કેસ: CJI રંજન ગોગોઈએ કહ્યું- આ મામલો આસ્થા નહીં જમીનનો છે, ધર્મગ્રંથની જગ્યાએ પુરાવા આપો

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઇએ રામજન્મ સ્થાન જીર્ણોદ્ધાર સમિતિના વકીલને કહ્યું કે, આ મામલે મજબૂત પુરાવાઓ રજૂ કરો, આ મામલો કોઇ આસ્થા સાથે નહીં પરંતુ વિવાદીત જમીનથી જોડાયલ છે.

નવી દિલ્હી: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે બુઘવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઇએ રામજન્મ સ્થાન જીર્ણોદ્ધાર સમિતિના વકીલને કહ્યું કે, આ મામલે મજબૂત પુરાવાઓ રજૂ કરો અને પુરાણોનો ઉલ્લેખ ના કરો, કારણ કે આ મામલો કોઇ આસ્થા સાથે નહીં પરંતુ વિવાદીત જમીનથી જોડાયલ છે. આ મામલે હવે ગુરુવારે સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કૉર્ટ  6 ઓગસ્ટથી દરરોજ સુનાવણી  કરી રહી છે અને બુધવારે તેનો નવમો દિવસ હતો. અયોધ્યા રામ જન્મ ભૂમિ વિવાદ મામલાની સુનાવણી બુધવારે સવારે 11.50 કલાકે હાથ ધરવામાં આવી હતી. રામલલ્લાના વકીલ વૈધનાથે કહ્યું કે, જો જમીન અમારી છે અને કોઇ દ્વારા તેના પર ગેરકાયદેસર રીતે ઢાંચો તૈયાર કરી દેવામાં આવ્યો છે તો જમીન તેમની થઇ જતી નથી. રામજન્મ સ્થાન જીર્ણોદ્ધાર સમિતિના વકલી પીએન મિશ્રાએ આઈન-એ-અકબરીની વાતોને જણાવી અને કહ્યું કે તેમણે એવો ઉલ્લેખ ક્યાંય કર્યો નથી કે બાબરે મસ્જિદ બનાવી હતી. તેના પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે મસ્જિદ કોણે બનાવી આ મહત્વનું નથી, પછી તે બાબર હોય કે અકબર, સવાલ એ છે કે ત્યાં મસ્જિદ હતી કે નહીં. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે, કોઇ મજબૂત પુરાવાઓ જોઇએ. અમને નકશો દેખાડો અથવા એવું કાઇ બતાવો જેનાથી ખબર પડી શકે કે તમે જે સ્થાનનો દાવો કરી રહ્યા છો તે તે જ જગ્યા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, ધર્મગ્રંથોનું આ સમયના મામલે કાંઇ જ લેવા દેવા નથી કારણ કે આ આસ્થાનો નહીં જમીનનો મુદ્દો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget