શોધખોળ કરો

રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, આ કામ નહીં કરો તો નામ કમી થઈ જશે 

રેશનકાર્ડ ધારકો માટે એક નવું અપડેટ આવ્યું છે. રેશન કાર્ડ ધરાવનારા વ્યક્તિઓએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે. ઇ-કેવાયસી માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.

રેશનકાર્ડ ધારકો માટે એક નવું અપડેટ આવ્યું છે. રેશન કાર્ડ ધરાવનારા વ્યક્તિઓએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે. ઇ-કેવાયસી માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. દરેક રાજ્ય પ્રમાણે આ તારીખ અલગ-અલગ હોઈ શકે છે. આ પહેલા છેલ્લી તારીખ 31મી માર્ચ હતી. દરેક રાજ્ય સરકાર ઈકેવાયસીની સમયમર્યાદા લંબાવે છે.  જે કોઈ પણ ઈ-કેવાયસીનું કામ પૂર્ણ નહીં કરે, તેનું નામ રેશનકાર્ડમાંથી કમી કરવામાં આવશે.

સરકારે અત્યાર સુધીમાં તેની સમયમર્યાદા છ વખત લંબાવી છે, પરંતુ આ વખતે કહેવાય છે કે આ છેલ્લી વખત તારીખ લંબાવવામાં આવી રહી છે. ખાદ્ય અને પુરવઠા મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે આ નવી તારીખ સુધીમાં e-KYCનું કામ પૂર્ણ કરવામાં આવે. એવું કહેવામાં આવ્યું છે કે e-KYC 30 એપ્રિલ સુધીમાં દરેક કિંમતે પૂર્ણ કરવું પડશે. e-KYC માટે, લાભાર્થીઓ PDS દુકાન પર જઈ શકે છે અને e-POS મશીનની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

KYC શા માટે જરૂરી છે ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 23.5% રાશન કાર્ડનું વેરિફિકેશન બાકી છે. તમને જણાવી દઈએ કે KYC નો અર્થ છે "તમારા ગ્રાહકને જાણો" (Know Your Customer).  KYC કરવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોને સિસ્ટમમાંથી દૂર કરી શકાય. સરકારનો એકમાત્ર હેતુ એ છે કે સરકારી અનાજનો લાભ માત્ર લાયક લોકો સુધી પહોંચે.

ઘરેથી ઇ-કેવાયસી કેવી રીતે કરવું 

સૌથી પહેલા તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાની વેબસાઈટ પર જાઓ. ત્યાં ‘ઈ-કેવાયસી ફોર રેશન કાર્ડ’ પર ક્લિક કરો. આ પછી રેશન કાર્ડ નંબર અને આધાર નંબર નાખો. પરિવારના વડાનો આધાર નંબર દાખલ કરો, પછી મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને ભરો, બધી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.

જો તમને ઓનલાઈન વેરિફિકેશન અને ઓટીપી મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે તમારી નજીકની સરકારી રાશનની દુકાન પર જઈ શકો છો. ત્યાં દુકાનદાર તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારું બાયોમેટ્રિક્સ લઈને તમારું કેવાયસી પૂર્ણ કરશે.

તમામ રેશનકાર્ડ ધારકોને તાકીદ કરવામાં આવે છે કે તેઓ 30 એપ્રિલ પહેલાં પોતાનું ઈ-કેવાયસી અવશ્ય કરાવી લે, જેથી તેમને મફત રાશન અને અન્ય સરકારી યોજનાઓના લાભ મળતા રહે.  

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget