Ration Card e-KYC: મફત અનાજ બંધ થઈ જશે? ફટાફટ ડાઉનલોડ કરો આ 2 એપ અને આજે જ પતાવો e-KYC નું કામ
ration card e-kyc: દર 5 વર્ષે વેરિફિકેશન ફરજિયાત, મફત અનાજ ચાલુ રાખવા માટે આ 2 એપ ડાઉનલોડ કરી આજે જ પતાવો કામ.

ration card e-kyc: રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) અંતર્ગત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી દરેક લાભાર્થીએ દર 5 વર્ષે એકવાર e-KYC (ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય રહેશે. વર્ષ 2013 માં થયેલા છેલ્લા આધાર વેરિફિકેશન બાદ ડેટાબેઝ અપડેટ કરવા માટે આ પગલું લેવાયું છે. જોકે, સૌથી મોટી રાહતની વાત એ છે કે હવે તમારે આ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. તમે તમારા સ્માર્ટફોનની મદદથી ઘરે બેઠા જ માત્ર થોડી મિનિટોમાં આ પ્રક્રિયા ઓનલાઇન પૂર્ણ કરી શકો છો.
શા માટે જરૂરી છે e-KYC?
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સસ્તા અનાજનો લાભ માત્ર પાત્ર અને સાચા લાભાર્થીઓને જ મળે. ઘણા સમયથી ડેટા અપડેટ ન થયો હોવાને કારણે હવે દરેક રેશન કાર્ડ ધારક માટે e-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ડિજિટલ હોવાથી પારદર્શિતા વધશે અને બોગસ રેશન કાર્ડ દૂર કરવામાં મદદ મળશે.
ઘરે બેઠા e-KYC કરવાની સરળ રીત
સરકારે આ પ્રક્રિયાને નાગરિકો માટે એકદમ સરળ બનાવી દીધી છે. આ માટે તમારે તમારા મોબાઈલમાં બે એપ્લિકેશનની જરૂર પડશે: 'Mera Ration' (મેરા રાશન) અને 'Aadhaar Face RD'. નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે જાતે જ e-KYC કરી શકો છો:
સ્ટેપ-1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી 'Mera Ration' અને 'Aadhaar Face RD' બંને એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.
સ્ટેપ-2: 'Mera Ration' એપ ઓપન કરો અને તેમાં પૂછવામાં આવેલી લોકેશન (સ્થાન) ની વિગતો આપો.
સ્ટેપ-3: હવે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ભરો. ત્યારબાદ ઓટીપી (OTP) દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો.
સ્ટેપ-4: વેરિફિકેશન બાદ તમારી આધાર લિંક થયેલી તમામ વિગતો સ્ક્રીન પર જોવા મળશે.
સ્ટેપ-5: અહીં તમને 'Face e-KYC' નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ-6: આ ઓપ્શન પસંદ કરતાની સાથે જ મોબાઈલનો કેમેરો ઓપન થશે. તેમાં તમારે તમારો ચહેરો સ્કેન કરવાનો રહેશે.
સ્ટેપ-7: ફેસ સ્કેન અને સબમિશન થયાની થોડી જ સેકંડમાં તમારું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.
તમારું e-KYC થયું કે નહીં? આમ કરો ચેક
જો તમે ખાતરી કરવા માંગતા હોવ કે તમારી પ્રક્રિયા સફળ થઈ છે કે નહીં, તો તમે એપ દ્વારા સ્ટેટસ જાણી શકો છો:
ફરીથી એપમાં લોગ-ઈન કરો.
તમારું લોકેશન અને આધાર નંબર નાખીને OTP વેરિફાય કરો.
સ્ક્રીન પર તમારું સ્ટેટસ જોવા મળશે.
જો સ્ટેટસમાં 'Y' (Yes) લખેલું આવે, તો સમજી લેવું કે તમારું કામ થઈ ગયું છે.
જો સ્ટેટસમાં 'N' (No) દેખાય, તો તમારી ચકાસણી પ્રક્રિયા બાકી છે તેમ સમજવું.





















