શોધખોળ કરો
Advertisement
સામાન્ય માણસને મોંઘવારીનો જોરદાર ફટકો! 6 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જાણો કેટલો ભાવ વધી ગયો
ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક 0.3 ટકા પર આવી ગયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં આઈઆઈપી 2.5 ટકા હતો.
નવી દિલ્હી : પહેલાથી જ મોંઘવારીમાં પીસાઈ રહેલા દેશવાસીઓને દિલ્હી ચૂંટણી પુરી થતા જ લોકો પર મોંઘવારીનો ડબલ એટેક થયો છે. દેશનો છૂટક ફૂગાવાનો દર જાન્યુઆરીમાં 6 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. જાન્યુઆરીમાં છૂટક ફૂગાવાનો દર 7.59 ટકા હતો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં છૂટક ફૂગાવો. 3.35 ટકા હતો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (CSO) એ બુધવારે આ આંકડા જાહેર કર્યા.
અનાજ અને કઠોળના ભાવમાં વધારા પછી છૂટક ફૂગાવો ખૂબ વધી ગયો છે. નવેમ્બર 2019 માં રિટેલ ફુગાવાનો દર 5.54 ટકા હતો. આ સતત ચોથા મહિને છે જ્યારે રિટેલ ફુગાવાનો દર ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ના ફૂગાવાના લક્ષ્યાંક 4 ટકાથી વધી ગયો છે.
ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક 0.3 ટકા પર આવી ગયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં આઈઆઈપી 2.5 ટકા હતો. ડિસેમ્બરમાં 14.1 ટકાની તુલનામાં ખાદ્ય ચીજોની કિંમતોમાં 13.63 ટકાનો ઘટાડો થયો છે. જાન્યુઆરી 2020 દરમિયાન શાકભાજીનો ફૂગાવોઘટ્યો હતો. જાન્યુઆરીમાં શાકભાજીનો ફૂગાવો ઘટીને 50.19 ટકા થયો હતો જે ડિસેમ્બર 2019માં 60.5 ટકા હતો. જાન્યુઆરીમાં કઠોળનો ફૂગાવો વધીને 16.71 ટકા થયો છે. ડિસેમ્બરમાં કઠોળનો ફૂગાવો15.44 ટકા હતો.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનાના સંતુલનમાં માંસ, માછલી અને ઇંડાના ભાવ જાન્યુઆરીમાં વધારે નોંધાયા હતા. માંસ અને માછલીનો ફૂગાવો જાન્યુઆરીમાં વધીને 10.5 ટકા થયો છે જે અગાઉના મહિનામાં 9.5 ટકા હતો. તે જ સમયે, ઇંડાની કિંમતનો ફૂગાવો ડિસેમ્બરમાં 8.7 ટકાથી વધીને 10.4 ટકા થયો છે.
આ સિવાય, મહિના દર મહિનાના આધારે કપડા અને ફૂટવેરોનો ફૂગાવો પણ 1.91 ટકા રહ્યો હતો, જે ડિસેમ્બરમાં 1.50 ટકા હતો. જ્યારે, દર મહિનાના ફૂગાવાના ધોરણે હાઉસિંગ ફૂગાવો નીચે આવ્યો છે. મહિના-દર-મહિનાના ધોરણે, હાઉસિંગ ફૂગાવો ઘટીને 20.20 ટકા થયો છે. ડિસેમ્બરમાં તે 4.30 ટકા હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion