શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારની મોટી ભેટ, 1,350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત
મનોજ સિન્હાએ કહ્યુ, વીજળી અને પાણીના બિલમાં એક વર્ષ માટે 50 ટકાની છૂટ આપવામાં આવશે.
શ્રીનગરઃ આજે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રાજ્યના વિકાસ માટે 1350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ વર્ષે ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત થયેલા મનોજ સિન્હાએ કહ્યું હતું કે સરકાર નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કેન્દ્રશાસિત પ્રદેશોમાં સતત લોકડાઉનને કારણે સંકટનો સામનો કરતા ટ્રાન્સપોર્ટરો, હાઉસ બોટ માલિકો, અને અન્ય લોકો માટે સરકાર 'સ્ટ્રક્ચર્ડ પેકેજ' તૈયાર કરી રહી છે. આ આત્મનિર્ભર ભારત અભિયાન ઉપરાંત છે, જેની સાથે અનેક મોટા પગલા લેવા અમે તૈયાર છીએ. અમે નક્કી કર્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં 5 ટકા ઈંટરેસ્ટ સબવેંશન તમામ વેપારીઓને આપવામાં આવશે.
મનોજ સિન્હાએ કહ્યુ, વીજળી અને પાણીના બિલમાં એક વર્ષ માટે 50 ટકાની છૂટ આપવામાં આવશે. તમામ ઉધારકર્તાને માર્ચ 2021 સુધી સ્ટેંપ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે. પ્રવાસન ક્ષેત્રમાં લોકોની નાણાકીય મદ માટે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક દ્વારા કસ્ટમ હેલ્થ ટૂરિઝમ યોજના શરૂ કરાશે.
ગત વર્ષે પાંચ ઓગસ્ટે કેંદ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370 હટાવી રાજ્ય પુનર્ગઠન કરી બે કેંદ્રશાસિત પ્રદેશો, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ફરવી નાખ્યું હતું. કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion