શોધખોળ કરો
Advertisement
સુષ્માની જેમ એક્ટિવ થયા નવા વિદેશ મંત્રી, ટ્વિટર પર મહિલાએ માંગી મદદ તો આપ્યો આ જવાબ
નોંધનીય છે કે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહેતા હતા અને મદદ માંગનારની તરત સહાયતા મળતી હતી.
નવી દિલ્હીઃ દેશના નવા વિદેશ મંત્રી એસ.જયશંકર પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળતા જ એક્ટિવ થઇ ગયા છે. જયશંકર સુષ્મા સ્વરાજની જેમ ટ્વિટર પર જ મદદ માંગનારા લોકોની મદદ કરી રહ્યા છે. વાસ્તવમાં એક મહિલાએ ટ્વિટર મારફતે મદદ માંગી હતી તો વિદેશ મંત્રીએ તરત જ મદદનું આશ્વાસન આપ્યું હતું. નોંધનીય છે કે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહેતા હતા અને મદદ માંગનારની તરત સહાયતા મળતી હતી.
એસ.જયશંકરનો કાર્યભાળ સંભાળ્યા બાદ શનિવારે રિંકી નામની એક મહિલાએ વિદેશ મંત્રીને ટેગ કરીને ટ્વિટ કર્યું હતું અને મદદ માંગી હતી. જેમાં તેણે લખ્યું કે, મારી દીકરી બે વર્ષની છે. હું તેને પાછી મેળવવા માટે છ મહિનાથી સંઘર્ષ કરી રહી છું. તે અમેરિકામાં છે અને હું ભારતમાં છું, મારી મદદ કરો, હું તમારા જવાબની રાહ જોઇ રહી છું. આ મહિલાને તરત જવાબ આપતા લખ્યું કે, અમેરિકામાં અમારા રાજદૂત તમારી પુરી મદદ કરશે. તમે તમામ જાણકારી તેને આપો.Our Embassy in Kuwait is already working on it. Please be in touch with them @indembkwt https://t.co/w9BRPXTTZr
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 2, 2019
જ્યારે મહાલક્ષ્મી નામની એક મહિલાએ ટ્વિટર મારફતે વિદેશ મંત્રી પાસે મદદ માંગી હતી. મહાલક્ષ્મીએ કહ્યું કે, આ પરિવાર સાથે જર્મની અને ઇટાલી ટ્રિપ પર છું. મારા પતિ અને દીકરાનો પાસપોર્ટ મારી બેગ સાથે ચોરી થઇ ગઇ છે. અમારે છ જૂનના રોજ ભારત આવવાનું છે. કૃપા કરી મારી મદદ કરો. આ ટ્વિટ પર પણ વિદેશ મંત્રીએ જવાબ આપ્યો હતો.Our Embassy in Rome/ Consul General in Munich will extend all assistance. Please be in touch with them @IndiainItaly @cgmunich https://t.co/JDGEfdZ5pP
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 2, 2019
Our Ambassador @harshvshringla is on the job. Please share with him all the details @IndianEmbassyUS https://t.co/a55jI6XHiY
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement