(Source: ECI/ABP News/ABP Majha)
Sakshi Dhoni on Power Cut in Jharkhand: ઝારખંડમાં વીજ કાપથી પરેશાન થઈ ધોનીની પત્ની સાક્ષી, ટ્વીટ કરીને પૂછ્યો આ સવાલ
Power Cut: ઘરમાં બંધ લોકો એસી, કૂલર પંખાનો સહારો લઈ રહ્યા છે, જેના કારણે વીજળીનો વપરાશ સામાન્ય દિવસો કરતાં વધ્યો છે.
Power Cut: સતત વધી રહેલા તાપમાનના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. દિવસ દરમિયાન ઘણા રાજ્યોમાં ગરમ પવન ફૂંકાવાને કારણે લોકોને તેમના ઘરોમાં બંધ રહેવાની ફરજ પડી રહી છે. ઘરમાં બંધ લોકો એસી, કૂલર પંખાનો સહારો લઈ રહ્યા છે, જેના કારણે વીજળીનો વપરાશ સામાન્ય દિવસો કરતાં વધ્યો છે.
કેટલાક રાજ્યોમાં પાવર કટ એક મોટી સમસ્યા છે, જેના કારણે સામાન્ય માણસની સાથે ઘણા સેલિબ્રિટીએ પણ તેનો સામનો કરવો પડે છે. હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે ઝારખંડમાં વીજળી સંકટ પર સવાલ ઉઠાવ્યા છે. સાક્ષીનું આ ટ્વીટ લાંબા સમય પછી આવ્યું છે, જેના કારણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઝારખંડમાં પાવર કટ કેટલી મોટી સમસ્યા છે.
As a tax payer of Jharkhand just want to know why is there a power crisis in Jharkhand since so many years ? We are doing our part by consciously making sure we save energy !
— Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) April 25, 2022
સાક્ષી ધોનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, 'ઝારખંડના કરદાતા તરીકે, હું માત્ર એ જાણવા માંગુ છું કે ઝારખંડ આટલા વર્ષોથી શા માટે પાવર સંકટનો સામનો કરી રહ્યું છે? અમે ઊર્જા બચાવવામાં અમારો ભાગ ભજવી રહ્યા છીએ!' તમને જણાવી દઈએ કે આ ટ્વિટ પહેલા પણ તેણે લગભગ બે વર્ષ પહેલા ઝારખંડમાં પાવર કટ અંગે ટ્વીટ કર્યું હતું.
તે સમયે પણ તેમણે પાવર કટ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે રાજ્યમાં લગભગ 4 થી 7 કલાક સુધી પાવર કટ છે. હાલમાં સાક્ષીનું ટ્વીટ જોઈને અંદાજો લગાવી શકાય છે કે આટલા લાંબા સમયથી ઝારખંડમાં પાવર કટને લઈને કંઈ કરવામાં આવ્યું નથી.