શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકાર સ્કૂલ કોલેજના દરેક વિદ્યાર્થીને ફી ભરવા માટે 11 હજાર રૂપિયા આપશે ? કઈ વેબસાઈટ પર થઈ રહી છે આ જાહેરાત ?
પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેના પર ક્લિક કરીને ડિટેલ્સ ભરવાની છે.
નવી દિલ્હીઃ વિતેલા ઘણાં દિવસોથી સોશિયલ મીડિયા પર લોકો એક પોસ્ટ ખૂબ શેર કરી રહ્યા છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓને 11 હજાર રૂપિયા આપશે, જેમાંથી તેઓ પોતાની ફી ભરી શકે.
આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.
એટલું જ નહીં આ પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેના પર ક્લિક કરીને ડિટેલ્સ ભરવાની છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ હવે સરકાર તરફથી આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.
સરકાર તરફથી PIB Factએ દાવો કર્યો છે કે આ વેબસાઈટ નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલું જ નહીં, પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું કે, આ પોસ્ટ પર આપવામાં આવેલ કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને કોઈ પણ વ્યક્તિગત જાણકારી કોઈ સાથે શેર ન કરવી.दावा:- एक वेबसाइट पर दावा किया जा रहा है कि कोरोना महामारी के चलते केंद्र सरकार स्कूल और कॉलेजों के सभी छात्रों को उनकी फीस भरने के लिए 11,000 रुपए प्रदान कर रही है।#PIBFactCheck:- यह वेबसाइट फर्जी है। केंद्र सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गई है। pic.twitter.com/kcD1jO8jZm
— PIB Fact Check (@PIBFactCheck) September 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion