શોધખોળ કરો
Advertisement
મોદી સરકારની બ્લેકમની પર બીજીવાર સર્જિકલ સ્ટ્રાઇક, હાઇવે પરની જમીનોની તપાસ શરૂ
નવી દિલ્લીઃ 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્ચા બાદ હવે મોદી સરકાર કાળા નાણા પર બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરતા દેશના તમામ મુખ્ય શહેરોમાં હાઇવે પાસેની જમીનોની વહેચણી પર શરૂ કરી દીધી છે. તેની સાથે મુખ્ય શહેરોના વીઆઇપી વિસ્તારોમાં આવેલી સંપત્તિઓની પણ તપાસ શરૂ કરી દીધી છે.
એટલું જ નહી, મહત્વના ઔધોગિક પ્લાન્ટ્સ અને કોમર્શિયલ ફ્લેટો અને દુકાનોની પણ તપાસ શરૂ કરી દીધી છે. આ દુકાનો અને ફ્લેટ્સ અને પ્લોટ કોના નામ પર છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
તપાસમાં જાણવા મળ્યુ હતું કે, નવી દિલ્લીના લુટિયન ઝોનમાં કેટલાક બંગલાઓના વાસ્તવિક માલિક કોઇ અન્ય છે અને કેટલાક બંગલાઓ લાંચ અને ભ્રષ્ટાચારની રકમથી ખરીદવામાં આવ્યા છે. આ બંગલાને લઇને તપાસમાં જાણવા મળ્યુ કે, તે અસલી માલિકના સીએના નામ પર ખરીદવામાં આવ્યા છે. આવા તમામ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
બ્લેકમની અને ભ્રષ્ટાચાર પર લગામ કસતા સરકારે વિભાગો પાસેથી સરકારી જમીનોની વિગતો પણ માંગી છે. ક્યા શહેર કે ગામડામાં ગેરકાયદેસર જમીનો છે તેનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ તપાસમાં આયકર વિભાગ અને અન્ય વિભાગોની મદદ પણ લેવામાં આવી રહી છે.
200 કરતા વધુ ટીમો આ સ્થળોની તપાસમાં લાગી છે. ત્યારબાદ સરકાર યોગ્ય કાર્યવાહી કરશે. જો કાંઇ પણ ગેરકાયદેસર પકડાશે તો બેનામી ટ્રાજેક્શન એક્ટ 2016 હેઠળ કાર્યવાહી થશે. આ એક્ટ નવેમ્બરમાં લાગુ થયો હતો. આ એક્ટ હેઠળ બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને સાત વર્ષની જેલની સજા પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement