શોધખોળ કરો
Advertisement
કૉંગ્રેસ નેતા શશિ થરૂરે સ્વીકારી PM મોદીની આ ચેલેન્જ, જાણો વિગતે
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને થિરૂવનંતપૂરમથી સાંસદ શશિ થરૂરે ફરી એકવાર પીએમ મોદીની પ્રશંસા કરી છે
નવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને થિરૂવનંતપૂરમથી સાંસદ શશિ થરૂરે ફરી એકવાર પીએમ મોદીની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં લોકોને અપીલ કરતા કહ્યું, 'લોકો દરરોજ કોઇ અન્ય ભારતીય ભાષાનો એક શબ્દ જરૂર શીખે.' કૉંગ્રેસ નેતા શશિ થરૂરે આ વિચારનું સ્વાગત કર્યું અને 3 ભાષાઓમાં એક શબ્દની જાણકારી ટ્વિટ કરી હતી.
1/2 PrimeMinister @NarendraModi ended his speech at the #manoramanewsconclave by suggesting we all learn one new word a day from an Indian language other than our own. I welcome this departure from Hindi dominance &gladly take him up on this #LanguageChallenge.
— Shashi Tharoor (@ShashiTharoor) August 30, 2019
કૉંગ્રેસ નેતા શશિ થરૂરે 3 ભાષાઓમાં (હિંદી, અંગ્રેજી અને મલયાલમ)માં 'બહુલવાદ' શબ્દ વિશે ટ્વિટ કર્યું હતું. સાથે જ એ પણ કહ્યું કે તેઓ દરરોજ હિંદી, અંગ્રેજી અને મલયાલમમાં કોઈને કોઈ એક શબ્દ વિશે ટ્વિટ કરશે. શશિ થરૂરે ટ્વિટ કરીને કહ્યું, 'પ્રધાનમંત્રી મોદીએ મનોરમા ન્યૂઝ કોનક્લેવમાં પોતાના ભાષણનાં અંતમાં દરરોજ માતૃભાષાને છોડીને એક અન્ય ભારતીય ભાષાનો શબ્દ શીખવાનો વિચાર આપ્યો. હું હિંદી ઉપરાંત બાકીની ભાષાઓમાં આવવાનું સ્વાગત કરું છું અને આ ભાષાઓનાં પડકારને આગળ વધારીશ.'2/2 In response to the PM’s #LanguageChallenge, I will tweet a word daily in English, Hindi & Malayalam. Others can do this in other languages. Here is the 1st one: Pluralism (English) बहुलवाद bahulavaad (Hindi) ബഹുവചനം bahuvachanam (Malayalam)
— Shashi Tharoor (@ShashiTharoor) August 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement