શોધખોળ કરો
Advertisement
શશિ થરૂરની માંગ- નવી સંસદ બિલ્ડિંગ માટે ફાળવેલા 20 હજાર કરોડ કોરોના રાહત ફંડમાં આપવામા આવે
પીએમ મોદીએ આરોગ્ય સેવાઓને રાજ્ય સરકારોની એકમાત્ર પ્રાથમિકતા ગણાવતા કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે 15 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા અનેક સાંસદોએ પોતાની સંસદ નિધીમાંથી કરોડો રૂપિયા રાષ્ટ્રીય રાહત કોષમાં દાન કર્યા છે. તેની વચ્ચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે સરકારને માંગ કરી છે કે, નવી સંસદ બિલ્ડિંગ માટે ફાળવવામાં આવેલા 20 હજાર કરોડ રૂપિયા કોરોના રાહત ફંડમાં આપવામાં આવે, જેથી દેશની જનતાને રાહત મળી શકે.
શશિ થરૂરે ટ્વીટ કરીને કહ્યું કે , “એક સાંસદ તરીકે હું વડાપ્રધાન મોદીને અપીલ કરું છું કે, નવા સંસદ ભવન અને સેન્ટ્ર્લ વિસ્ટા માટે ફાળવેલા 20 હજાર કરોડ રૂપિયા પણ કોરોનાના 15 હજાર કરોડના રાહત પેકેજમાં જોડવામાં આવે. હાલનું રાહત પેકેજ પ્રતિ જિલ્લાવાર માત્ર 20 કરોડ રૂપિયા છે. સંકટના આ સમયે ઈમારત પર ખર્ચ પર રોક લગાવવી જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ આરોગ્ય સેવાઓને રાજ્ય સરકારોની એકમાત્ર પ્રાથમિકતા ગણાવતા કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે 15 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 649 થઈ ગઈ છે. તેમાં 563 ભારતીય નાગરિક છે અને વિદેશી નાગરિક 43 છે. જ્યારે 13 લોકોના મોત થયા છે. 43 દર્દી ઠીક થઈ ગયા છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 128 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion